ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો

12 Jul, 2018

 ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે.