જો દમણ ફરવા જાવ તો આ પ્લેસ ને ચુકી ના જતા

05 Jul, 2018

 દમણ અને દીવ એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસાડ જિલ્લાના વાપી અથવા ઉદવાડા પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.

 
દમણગંગાના ઉત્તરી કિનારે આવેલા આ કિલ્લાનું નામ સેન્ટ જેરોમની યાદમાં રાખવામાં આવ્યું છે. આ કિલ્લાની સૌથી મોટી ખાસીયત અહીં આવેલ our lady of the sea ચર્ચ છે. જેનું આર્કિટેક્ચર પોર્ટુગીઝ શાસનના ભવ્ય ભૂતકાળને દર્શાવે છે. એ ઉપરાંત પોર્ટુગલ સાથેના યુદ્ધની યાદ અપાવતું કબ્રિસ્તાન પણ અહીં છે. જો તમે મિડલ યુરોપના પોર્ટુગલ આર્કિટેક્ચરને જોવા જવા માગતા હોવ તો જુરર આ જગ્યા પર જાવ.
 

 
આ ઉપરાંત પણ દીવ અને દમણમાં ઘણી જગ્યા છે જ્યાં તમારે એકવાર તો જવું જ જોઇએ. જેમાં દમણગંગા ખાતે Our Lady of Rosary Chapel, હિલ્સા એક્વેરિયમ, હાથી પાર્ક, Kachigam Water Tank, બ્રિજ સાઈડ ગાર્ડન અને બોમ જીસસ ચર્ચ છે.
 
દમણનો દેવકા બીચ પણ ખૂબ જ લોકપ્રિય છે. અહીં આવતા ટુરિસ્ટોના ફેવરિટ ડેસ્ટિનેશનમાંથી એક છે. આ બીચ સાંજના સમયે દરિયાનું એકાંત માણવા માટે એકદમ બેસ્ટ છે. આ એક રીતે એમ્યુઝમેન્ટ પાર્ક છે. જોકે અહીં સ્વિમિંગ કે પછી અન્ય વોટર સ્પોટ કરવું જોખમ છે કેમ કે અહીંનો દરિયો ખૂબ જ પથરાળ છે.
 

 
દમણના સૌથી સુંદર બીચમાંથી એક છે જમ્પોર બીચ. જે મોટી દમણના જમણી તરફ આવેલ છે. આ બીચ દરિયામાં નહાવા માગતા લોકો માટે સૌથી ફેવરીટ પ્લેસ છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આનંદી હોય છે. અહીંનો પ્રવાસ તમને એક શાંતિ અને રમણિયતાનો અનુભવ આપશે. મિત્ર વર્તુળ સાથે અહીં એન્જોય કરવું કોઈ સ્વર્ગના અનુભવથી ઓછું નથી. અહીં સૂર્યાસ્તનું દ્રશ્ય જોવા લાયક હોય છે.