મમ્મીએ બનાવેલો દરેક ડબ્બો તમારે માટે છે 'લવલેટર',જુઓ ખૂબસૂરત Video

10 Jun, 2016

મા,માતા,મમ્મી,આઈ કે પછી બેસ્ટ ફ્રેન્ડ, મમ્મીને આપણે કોઈપણ નામથી બોલાવીએ પરંતુ દરેકના મનમાં તેના માટે અઢળક પ્રેમ હોય છે. આપણે આપણી જીંદગીમાં પાછળ વળીને જોઈએ તો તેને તમારા કરતાં વધારે તમારી ચિંતા હોય છે.

આપણે જો જમવાનું ન ખાઈએ અને બીજું કાંઈ અચરકૂચર ખાઈ લઈએ તો એ આપણને લડે અને આપણને થાય એને મહેનત કરીને જમવાનું બનાવ્યું અને ડબ્બો એમનો એમ આવ્યો એટલે લડે છે. પરંતુ તેવું નથી હોતું તેને આપણા સ્વાસ્થ્યની ચિંતા હોય છે તેથી ક્યારેક એ આપણને લડી પણ દે છે.

આ વિડિયોમાં પણ એવી જ થોડી વાત છે કે આપણી લાઈફ સ્ટાઈલ એટલી ફાસ્ટ બનાવી દીધી છે કે પોતાના માટે આપણને સમય નથી રહ્યો. આ ભાગંભાગવાળી લાઈફમાં આપણને આપણા માટે સમય ન હોય પરંતુ આપણી મમ્મીને તો છે. આ વિડિયો જોઈને તમને પણ તમારી મમ્મીની સંભાળ યાદ ન આવે તો કહેજો.

Loading...

Loading...