હેલ્ધી ઓટ્સ સ્કિન માટે પણ આપે છે ચમત્કારિક પરિણામ!

29 Dec, 2015

 જ્યારે તમારી સવારની શરૂઆત એક બાઉલ ગરમા-ગરમ ઓટ્સથી થાય છે, ત્યારે તમે શરીરને એક હેલ્ધી સ્ટાર્ટ આપી રહ્યા છો. હિન્દીમાં ‘jaei’ તરીકે ઓળખાતા ઓટ્સમાં ભરપૂર માત્રામાં પ્રોટિન્સ અને કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હોય છે. આથી જ ફિટનેસ લવર્સનો તે પહેલો પ્રેમ હોય છે. અઢળક માત્રામાં ફાઈબર આવેલું હોવાથી ઓટ્સ આખો દિવસ તાજગી પણ આપે છે. આ અદ્દભૂત ફૂડ માત્ર ન્યૂટ્રિશનલ પાવરહાઉસ જ નથી, તમારી સ્કિન માટે પણ ઓટ્સ અદ્દભૂત પરિણામ આપે છે. આજે Fashion101.in તમને કેટલાક DIY ફેસ પેક્સ અને સ્ક્રબ્સ વિશે જણાવવા જઈ રહ્યું છે, જેને ટ્રાય કરીને તમે ઘરે જ સસ્તામાં ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવી શકો છો.

 
એક્નિને દૂર કરે છે 
એક્નિ એ બ્યુટીની સૌથી મોટી સમસ્યા હોય છે, પરંતુ રાંધેલા ઓટ્સ તેનો સરળ ઈલાજ છે. ઓટ્સને સોફ્ટ થાય ત્યાં સુધી રાંધો અને ત્યારબાદ 15 મિનિટ સુધી ઠંડા થવા દો. હવે તેને એક્નિવાળા વિસ્તારમાં લગાવો. 10 મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખો. ઓટ્સ વધારાના તેલને શોષીને તમારી સ્કિન પરથી બેક્ટેરિયાને દૂર કરે છે. આમ તમને ધીમે-ધીમે એક્નેમાંથી રાહત મળે છે.
 
ડ્રાયનેસથી છુટકારો મેળવો 
ઓટ્સ તમારી સ્કિનને મૉઈશ્ચરાઈઝ કરે છે. ડ્રાય સ્કિન માટેના લક્ષણો જેવા કે ખંજવાળ, રૅશિસ, સ્કેલિંગ અને પીલિંગમાંથી છુટકારો અપાવે છે. જેની માટે તમારે ઓટ્સમાંથી એક ફેસ માસ્ક તૈયાર કરવાનો છે. ઓટ્સમાં પાકું કેળું અને હૂંફાળું દૂધ ઉમેરીને માસ્ક તૈયાર કરો. તેને બરાબર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર બરાબર લગાવી લો. દસથી પંદર મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. આ માસ્ક તમારી સ્કિનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.
 
મૉઈશ્ચરાઈઝ કરે છે સ્કિનને
ઓટ્સ ડેડ સ્કિન સેલ્સને દૂર કરવાનું કામ છે અને તેમાં રહેલા beta-glucan તમારી સ્કિનમાં ઉંડે સુધી જાય છે. જેનાથી તમારી સ્કિનને જરૂરી ડિપ હાઈડ્રેશન મળે છે. આથી બે કપ ઓટ્સમાં એક ચમચી મધ અને એક કપ દૂધ ઉમેરો. તૈયાર થયેલી પેસ્ટને ચહેરા પર લગાવો.
 
ચહેરાનો કલર નિખારે છે 
ઓટ્સ તમારા ચહેરાના સ્કિન ટોનને લાઈટ કરવાનું કામ કરે છે. સાથે જ ડાઘને આછા કરવાનું કામ પણ કરે છે. બજારમાં મળતાં અનેક બોડી સ્ક્રબ્સ, સાબુ અને સ્ક્રબિંગ માટેની ક્રીમ ઓટ્સમાંથી બનેલી હોય છે. એક બાઉલમાં અડધો કપ ઓટ્સ લો, તેમાં પા કપ બેબી ઑઈલ ઉમેરો, એક કપ ખાંડ અને પા કપ મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ સ્ક્રબનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરો.
 
સ્કિનનું નવીકરણ કરે છે
શું તમારી સ્કિન થાકેલી લાગે છે? એક ટી-બેગને ખોલી નાખો અને તેમાંથી ચાના પાન લઈ લો. હવે એક બાઉલમાં હળદર, ચાના પાન, ચણાનો લોટ અને ઓટ્સનો પાવડર મિક્સ કરો. બરાબર બ્લેન્ડ કરી લો. હવે આ પેકનો દરરોજ ઉપયોગ કરીને મેળવો સુંદર અને ફ્રેશ સ્કિન.
 
વધતી ઉંમરની નિશાનીઓથી છુટકારો મેળવો
ઓટ્સ તમારી ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે જ તમને ડલ અને લાઈફલેસ થઈ ગયેલી સ્કિનમાંથી છુટકારો અપાવે છે. એક બાઉલમાં એક ચમચી ઑલિવ ઑઈલ, મિલ્ક ક્રીમ અને ઓટ્સ ભેગા કરો. હવે તેને ચહેરા પર લગાવીને, સૂકાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ તેને હૂંફાળાં પાણથી સાફ કરી લો. 
 
ચહેરાની ચમકને વધારે છે
ઓટ્સ, લીંબુ અને બદામને એકસાથે ગ્રાઈન્ડ કરીને ફાઈન પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. હવે એક કોટન બોલને ઠંડા દૂધમાં ડુબાડો અને ધીમે-ધીમે તેનાથી ચહેરાને સાફ કરો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક દ્વારા તમને સ્મૂધ, લચકવાળી અને કોઈપણ પ્રકારની ખામી વગરની સુંદર સ્કિન મળશે.