સ્કિન તથા વાળ માટે આહારમાં દહીંનું શું કનેક્શન છે ? ચાલો જાણીયે...

24 Mar, 2018

 મિત્રો શું તમને જાણો છો કે આપણા ઘરના રસોડામાં જ મોટા ભાગના રોગની દવા છે ? પણ જાણકારી ના અભાવે આપણે તેનો ઉપયોગ કરતા નથી હોતા. આજે આપણે આહાર માં દહીં સાથે લેવાથી સ્કિન અને વાળ પર શું ઈફેક્ટ આવે છે તે જોઈશું.

 
દહીં હોમમેડ બ્યુટી ઇન્ગ્રીડિએન્ટ છે. જે ઘણા પોષક તત્વો થી ભરપૂર છે જેમાં વિટામિન અને મિનરલ અને આયરન શામેલ છે. જો આપણા શરીર માં કોઈ પણ પોષકતત્વો ની ખામી સર્જાય તો તેની સીધી કે આડકતરી અસર આપણી સ્કિન પર પડતી હોઈ છે. તો દરરોજ દહીં નો હાર માં ઉપયોગ કરવાથી બધા તત્વો શરીરમાં બેલેન્સ રહે છે.
 
શું તમે જાણો છો દહીં એન્ટી બેક્ટેરિયલ તરીકે કામ કરે છે. જેમને ખીલ ની સમસ્યા હોઈ તેમના માટે તો અક્ષીર દવા જેવું કામ કરે છે. ખીલ પર દહીં લગાડવાથી તેનો ચેપ ચહેરા પણ બીજે ફેલાતો નથી.
 
જો તમારા ચહેરા પણ કાલા ડાઘ પડી ગયા હોઈ તો દરરોજ 5 મિનિટ દહીંના મસાજ માત્રથી ધીમે ધીમે તે દૂર થઇ જાય છે એટલે દહીં એક સ્ક્ર્બ નું પણ કામ કરે છે તેમ કહેવું ખોટું નથી.
 
દહીં માં હળદર મિક્ષ કરી ને પણ લગાડી શકાય છે. તેનાથી ચહેરા પણ ધીમે ધીમે ગ્લો આવે છે.
 
જો દહીં ને એક ઉબટન ની જેમ લગાડવું હોઈ તો તેમાં ચના નો લોટ અને મધ પણ મિક્સ કરી શકાય.
 
હવે જોઈએ કે વાળ ની માવજત રાખવામાં દહીં આપને કઈ રીતે ઉપયોગી થઇ છે ?
 
જેમને રફ હેર ની સમસ્યા હોઈ તેમને માથા દહીં નો લેપ કરી થોડી વાર રાખી જો વાળ ને ધોઈ નાખવામાં આવે તો સમયાન્તરે વાળ માં પણ ગ્લો દેખાઈ છે
 
જો તમારા માથા માં ખોળાની સમસ્યા હોઈ તો દહીં માં લીંબુ મિક્સ કરી ને પણ લગાડી શકો છો.