બનાવો ચાઈનીઝ ડિશ કોબી મંચુરિયન

28 Apr, 2015

કોબીનો ચાઈનીઝ ડિશ બનાવવામાં સારો એવો ઉપયોગ થાય છે. કોબી સાથે લસણ - આદુ પરફેક્ટ ચાઈનીઝ ટેસ્ટ આપે છે. કોબી મંચુરિયન ગુજરાતીઓની ફેવરીટ ચાઈનીઝ ડિશ છે. જાણીએ કેવી રીતે બને છે તે.

ચાઈનીઝ ડિશ છે
બનાવવા માટે તૈયારી કરતા 7થી 10 મિનિટ લાગે
બનાવતા 15થી 25 મિનિટ લાગે

સામગ્રીઃ
ઝીણી સમારેલી કોબી - 1 કપ
ઝીણી સમારેલી ટુંગળી - અડધો કપ
મકાઈનો લોટ - 2 ટેબલ સ્પૂન
મીઠું - સ્વાદ અનુસાર
અજમો - પા ચમચી
તેલ - તળવા માટે

ગ્રેવી બનાવવા માટેઃ
મકાઈનો લોટ - 2 ટેબલ સ્પૂન
ટમેટા સોસ - - 2 ટેબલ સ્પૂન
ગ્રીન ચીલી સોસ - અડધી ચમચી
રેડ ચીલી સોસ - પા ચમચી
વિનેગર - પા ચમચી
સોયા સોસ - અડધી ચમચી
મીઠું - સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ
1.
એક થાળી માં કોબી અને ડુંગળી, મકાઈનો લોટ, મીઠું અને અજમો લઈને સારી રીતે મિક્સ કરો. તેમાંથી પાણી છુટશે તેમાંથી જ તે લોટ બંધાઈ જશે.
2.
હવે તૈયાર તયેલા લોટના લુઆ પાડી નાના-નાના ગોળા બનાવી લો.
3.
સ્ટવ પર એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા ગોળાને બદામી રંગના થાય તે રીતે તળી લો. પછી એક પેપર પર પાથરી દો.
4.
હવે એક વાસણમાં એક કપ પાણી લઈ તેમાં મકાઈનો લોટ મિક્સ કરી ધોળ બનાવી લો.
5.
બીજા એક પેનમાં ગરમ થાય એટલે આ તૈયાર કરેલો ધોળ રેડી દો. તેમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, સોયા સોસ, ટમેટા સોસ અને મીઠું નાંખી હલાવો. અડધો કપ પાણી બીજુ રેડો.
6.
ઉકળવા લાગે એટલે તૈયાર કરેલા કોબીના ગોળાઓ નાંખીને 1 થી 2 મિનિટ માટે રાખો. દરમિયાન હલાવતા રહો.
થઈ જાય એટલે ઉતારી લો.
7.
કોબી મંચુરિયન તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો.