કબજિયાતથી મુક્તિ માટે આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, થશે ફાયદો

01 Nov, 2015

શૌચક્રિયા દરમિયાન મળ સખત હોય અથવા શૌચ કરતી વખતે બહુ જોર લગાવવું પડે કે મળની પ્રકૃતિ સામાન્ય ન હોય તો તેને કબજિયાત કહેવાય છે. આંતરડામાં ગાંઠ થવાની સમસ્યા કોઈ કારણસર આંતરડામાં અવરોધ આવવું, ખાન-પાન સંબંધી કે પછી કેટલાક અન્ય કારણોથી પણ કબજિયાતની સમસ્યા ઉદભવતી હોય છે. કબજિયાતની સમસ્યા વ્યક્તિને અનેક રીતે હેરાન કરે છે અને આના કારણે વ્યક્તિ ધીરે-ધીરે રોગિષ્ઠ બનતું જાય છે. સામાન્ય રીતે કબજિયાતમાં પેટમાં દુઃખાવો કે પેટ ફુલી જવું જેવી સમસ્યા રહે છે. જોકે કબજિયાતની સમસ્યા કેટલાક ખાસ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરતા રહેવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જેથી આજે અમે તમને એવા 10 આહાર વિશે જણાવીશું.
 
અંજીર
 
ખાટા-મીઠા સ્વાદવાળા અંજીર સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને બહુ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો મુજબ અંજીરમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનિજ તત્વ, કોપર હોય છે. આ સિવાય અંજીરમાં આયર્ન, વિટામિન, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ એસિડ અને ગૂંદર પણ હોય છે. સ્થાયી કબજિયાતમાં અંજીર ખાવાથી ગજબનો લાભ થાય છે. સાથે જ એસિડિટીમાં પણ અંજીરના સેવનથી બહુ જ ફાયદો થાય છે. રોજિંદા ડાયટમાં અંજીરનું સેવન કરો

બીલીનું ફળ
 
ઉદરના વિકારો માટે બીલીનું ફળ રામબાણ દવા તરીકે કામ કરે છે. બીલીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા જડથી મટી જાય છે. કબજિયાતના રોગીઓ ફાયદા  માટે તેના શરબતનો ઉપયોગ પણ કરી શકે છે. બીલીનું પાકેલું ફળ ઉદરની સ્વચ્છતાની સાથે આંતરડાની સફાઈનું કામ પણ કરે છે સાથે તેને મજબૂત રાખે છે.
 
મધ અને ડ્રાઈફ્રૂટ્સ
 
કબજિયાતમાં મધનું સેવન ફાયદાકારક હોય છે. રાતે સૂતા પહેલાં એક ચમચી મધને નવશેકા પાણીમાં મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે. આ સાથે બદામ, પિસ્તા અને અખરોટમાં માત્ર પ્રોટીન જ નહી પણ ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જો સવારે ઉઠીને કંઈ ખાધા વિના 5થી 10 કાજૂ, 4-5 કિસમિસની સાથે ખાવામાં આવે તો કબજિયાતની શિકાયત દૂર થાય છે

ઓટમીલ
 
ઓટ્સમાં બીટા ગ્લૂકન સારી માત્રામાં હોય છે. જે એક વિશેષ પ્રકારનું ફાઈબર છે. ઓટ્સમાં ચરબીની માત્રા ઓછી હોય છે, આ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ સિવાય ઓટમીલમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન બી1 પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ઓટમીલનું સેવન કબજિયાતની સમસ્યા તો દૂર કરે જ છે સાથે તેનાથી કાર્ડિયોવસ્કુલર રોગોને દૂર કરવામાં પણ મદદ મળે છે.
 
શાકભાજી
 
શાકભાજીઓ જેમ કે બટાકા, ફુલાવર, કોબીજ, વટાણા, બધી પ્રકારની ફળીઓ, સિમલા મિર્ચ, ટિંડોળા, દૂધી, પરવર, ગાજર, મેથી, મૂળા, કાકડી, કોળુ, પાલક, લીંબૂ અને સરસિયાનું શાક વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં રહેવાથી પણ કબજિયાતની સમસ્યા આવતી નથી


ફળોનું સેવન
 
જે લોકોને કબજિયાતની સમસ્યા સતાવતી હોય એવા લોકોએ ખાસ ફળોનું સેવન કરવું જોઈએ. જેમ કે મોસંબી, નારંગી, નાશપતી, તરબૂચ, ટેટી, કેરી, સીતાફળ, જામફળ, પપૈયુ, રાસબેરી અને દાડમ મુખ્ય રીતે રેશેદાર ફળોનું સેવન કબજિયાતની સમસ્યામાં બહુ જ લાભકારક સાબિત થાય છે.
 
બીન્સ
 
તમારા ભોજનમાં ઉચ્ચ ફાઈબરયુક્ત આહાર જેમ કે રાજમા, વિવિધ પ્રકારની દાળો વગેરે સામેલ કરો. પોષણથી ભરપૂર બીન્સમાં પ્રોટીન અને ઘુલનશીલ ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને આનાથી ફેટ પર બહુ ઓછી માત્રામાં રહે છે. આ સ્વાસ્થ્ય માટે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

રાસબેરી
 
રાસબેરી એક ઉચ્ચ ફાયબરથી ભરપૂર ફળ માનવામાં આવે છે. એક કપ રાસબેરીમાં 3 સ્લાઈસ હોલ ગ્રેન બ્રેડ જેટલું ફાઈબર હોય છે. ફાઈબર પાચન માટે બહુ જરૂરી હોય છે અને તે મેટાબોલિઝ્મને પણ નિયંત્રિત કરે છે. સાથે જ રાસબેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને અન્ય ખનિજ તત્વો જેમ કે ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન પણ હોય છે. તો રાહ શું જુઓ છો કબજિયાતથી બચવું હોય તો તમારા ડાયટમાં રાસબેરીને અવશ્ય ઉમેરો.
 
બ્રોકોલી
 
બ્રોકોલી એક ઉચ્ચ ફાઈબરયુક્ત સુપરફુડ છે. એક કપ બ્રોકોલીમાં લગભગ 5 ગ્રામ ફાઈબર અને 50 કેલરી હોય છે. બ્રેસિક્કા ફેમિલીની ઘેરા રંગની આ શાકભાજીમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ક્રોમિયમ, વિટામિન એ અને સી હોય છે. જે આને વધુ પૌષ્ટિક બનાવે છે. આ સિવાય આમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય પણ હોય છે. જે બીમારી અને ઈન્ફેક્શન સામે લડવામાં પણ મદદ કરે છે. બ્રોકોલીનું સેવન કરવાથી જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને ઘણો ફાયદો થાય છે અને આ સમસ્યા દૂર થાય છે