કબજિયાત માટે અપનાવો આ ઘરેલું આયુર્વેદિક ટિપ્સ

21 Jun, 2018

 

 
કબજિયાત, પાચન તંત્ર ની એ સ્થિતિ ને કહે છે જેમાં કોઈ વ્યક્તિ (કે જાનવર) નું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગ માં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે. સામાન્ય આવૃતિ અને અમાશયની ગતિ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે. 
 
ઈસબગુલ એક શ્રેષ્ઠ ફાઈબર સપ્લિમેન્ટ છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફાયબરનું સેવન અત્યંત જરૂરી છે. ડાયટમાં ઈસબગુલને સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે કારણે ઈસબગુલમાં દ્વાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાયબર મળી આવે છે. જેનાથી શરીરમાં આંતરડાની મૂવમેન્ટ સ્મૂધ થાય છે જે વજન ઘટાડવા માટે જરૂરી છે.
 
ઈસબગુલથી ઓછી ભૂખ લાગે છે. કારણકે જ્યારે ઈસબગુલને પાણીમાં મિક્સ કરો છો તો તે પોતાની ઓરિજિનલ સાઈઝથી 10 ગણું વધારે થઈ જાય છે. એટલે ઈસબગુલ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ પણ નથી લાગતી.
 
ઈસબુલ ખાવાથી મળાશય સાફ થાય છે. જેથી પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલે શરીરની સિસ્ટમ પણ મજબૂત થાય છે. જેથી બોડી ફેટ ઓછી કરવામાં ફાયદો થાય છે.