કોન્ડોમ ની ડિલિવરી નું સ્ટાર્ટઅપ...

21 Feb, 2018

 વાત એમ છે કે 21 મી સદી માં રહેવા છતાં કોન્ડોમ નું નામ જાહેરમાં ચર્ચાતું નથી. લોકો હજી પણ કોન્ડોમ ના વપરાશ અને ખરીદી અંગે શરમ અને સંકોચ અનુભવે છે ત્યારે વડોદરા ના આ યુવકે લોકોની આ મુશ્કેલી ને દૂર કરવા નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે તેમાં કસ્ટમર ની માહિતી ખાનગી રાખવામાં આવે છે તમે કેશ ઓન ડિલિવરી પણ કરી શકો છો કે વોલોટ પેમેન્ટ પણ કરી શકો છો.

 
શરુ માં માતા પિતા ને કહેવામા પણ સંકોચ થતો હતો પણ હિંમત અને કૈક નવું કરવાના ઈરાદા સાથે કંટ્રોસેપ્ટિવ ઓન વિલ્સ નામથી સેક્સુઅલ પ્રોડક્ટ વહેંચવાનું શરુ કર્યું
 
વાત છે વડોદરા ના એક યુવક ની જેની ગર્લફ્રેન્ડ લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ બની ગઈ હતી , જેમાંથી બોધ લઈને કોન્ડમ ની ઘર બેઠા ડિલિવરી નો વિચાર આવતાજ આ યુવકે તે બિઝનેસ ચાલુ કરી દીધો.  પોતાના મિત્ર ની કફોડી હાલત જોઈને સમાજ તરફથી મળતા તિરસ્કારને પણ અવગણી દીધો આ યુવકે. મેડિકલ સ્ટોર માં કોન્ડોમ ખરીદવામાં શરમ અનુભવતી ખાસ કરીને સ્ત્રીઓ માટે પણ આ સર્વિસ વરદાન રૂપ છે જ્યાં તમને કોન્ડોમ ગુપ્ત રીતે ખાસ પેકીંગ માં ઘર બેઠા મળી જાય છે.
 
પછી ધીમે ધીમે પરિવારે પણ સાથે આપી દીધો। ફેસબુક અને એસ એમ એસ થી ઓર્ડર લેવાનું રાખ્યું છે રાત્રે આ યુવક ખુદ પોતે ડિલિવરી કરવા જાય છે
 
આવી એક્ટિવિટી કરતા આ યુવક નું નામ અર્જુન છે અને તેનું આ  કાર્ય સરાહનીય છે.