'કોમેડી નાઈટ્સ વીથ કપિલ' થશે બંધ, 17 જાન્યુઆરીએ છેલ્લો શો

21 Dec, 2015

 વિખ્યાત ટીવી શો 'કોમેડી નાઈટ્સ વીથ કપિલ' આગામી વર્ષની 17 જાન્યુઆરીએ બંધ થઈ જશે. સુત્રોનું માનીએ તો કપિલ શર્મા ચેનલથી ખુશ નથી. તેની પાછળનું કારણ લગભગ ચાર મહિના પહેલા શરૂ થયેલો શો 'કોમેડી નાઈટ્સ બચાઓ' છે. બન્ને શોના નામની સાથે સાથે ફોર્મેટમાં પણ ઘણી સમાનતા છે.

 
કપિલે પોતે કરી પુષ્ટી!
એક અગ્રણી એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ મુજબ, કપિલ શર્માએ આ વાતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે,'જી હા, આ સાચું છે. અમે ડિસેમ્બરમાં બંધ કરવા કહ્યું હતું પણ ચેનલે 17 જાન્યુઆરી સુધી શો ચાલુ રાખવા વિનંતિ કરી છે'.
 
ચેનલથી ખુશ નથી કપિલ
 
કપિલ કહે છે'અમે સારી શરૂઆત કરી હતી, અને ગુણવત્તા જાળવી રાખવા ખૂબ મહેનત કરી હતી. છેલ્લા બે વર્ષથી અમે ઓડિયન્સને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યા હતા. પરંતુ અમારો શો ઓડિયન્સની હેબિટમાં આવી ગયો હોવાથી તેમણે આ જ લાઈન પર અન્ય શો લોન્ચ કર્યો. હું માનુ છું કે, ચેનલ પર હિટ શો આપવાનું દબાણ રહે છે. પરંતુ જામેલો શો ડિસ્ટર્બ કરવો જોઈએ નહીં. નવો શો લોન્ચ કરવો સારી વાત છે, પણ એક જેવું કન્ટેન્ટ અને સેલિબ્રિટીઝ હોવી જોઈએ નહીં. હું ચેનલના હેડનું સન્માન કરું છું. જોકે, મારે પણ ભીડનો ભાગ બનવું નથી. આથી મારા શોને બંધ કરવાનો નિર્ણય લેવાયો'
 
ઉલ્લેખનીય છે કે,'કોમેડી નાઈટ્સ વીથ કપિલ'નો પહેલો એપિસોડ 13 જુન 2013ના રોજ પ્રસારિત થયો હતો.

Loading...

Loading...