ગુગલે Doodleથી કરી ક્રિસમસની ઉજવણી, કલરફૂલ પેપરક્રાફ્ટથી આપી શુભેચ્છા

25 Dec, 2015

 આજે ક્રિસમસનો તહેવારે છે, લોકો તેની જુદીજુદી રીતે ઉજવણી કરે છે. ત્યારે ગુગલે પોતાના ડુડલથી તહેવારને સેલિબ્રેટ કર્યો છે. ગુગલે ડુડલને રંગબેરંગી કલર્સમાં ડિઝાઇન કર્યુ છે. ગુગલે 'tis the season!' નામથી થીમથી ડુડલ ફોટો બનાવ્યો છે, આ ડુડલ છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે અને નવા વર્ષ સુધી રોજ ડુડલ બદલાતું રહેશે. 

 
ગુગલના આ નવા ડુડલમાં કાર્ડબૉર્ડનો શેઇપ આપ્યો છે, તેમાં દરેકમાં જુદાજુદા ફોટા દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં કેટલાક ઘર પણ છે. જોકે, તેને બ્લર કરી દેવાયા છે. બીજીબાજુ ડુડલમાં પક્ષીઓ અને બિલાડી પણ છે. ડુડલને જોઇએ તો ખબર પડશે કે, ગુગલે કંઇ ખાસ એનિમેશન નથી કર્યુ પણ પોતાની એપને એક ગિફ્ટ બૉક્સમાં જરૂર ફેરવી દીધી છે.
 
* કલરફૂલ પેપરક્રાફ્ટ
 
ક્રિસમસ હૉલિડે સિઝન અને ન્યૂ યરનું સ્કૂલ, કાર્યાલયથી લઇને જુદીજુદી સોશ્યલ સાઇટ્સ દ્વારા શાનદાર સેલિબ્રેશન થઇ રહ્યું છે. ત્યારે ગુગલે બધાથી અલગ જ કલરફૂલ પેપરક્રાફ્ટથી સેલિબ્રેશન કર્યું છે. ગુગલે પોતાના હૉલિડે સિઝનના પહેલા દિવસથી જ એટલે કે, 23 ડિસેમ્બરથી જ ડુડલ દ્વારા સેલિબ્રેશન શરૂ કરી દીધુ છે. ગુગલ ડુડલથી જ લોકોને હૉલિડે સિઝનની શુભેચ્છા પાઠવી રહ્યું છે. પહેલા દિવસથી જ ગુગલે હૉમપેજ પર કલરફૂલ પેપરક્રાફ્ટ જેવું ડુડલ બનાવ્યું હતું અને આ થીમને ‘Tis the Season’ નામ આપ્યું હતું. 
 
* નવું જ ફોર્મેટ
 
ગુગલે આ એક નવું જ ફોર્મેટ સેટ કર્યું છે. આની સૌથી ખાસ વાત એ છે કે, ગુગલે ડુડલમાં કેટલાક નાના નાના જાનવરોને GOOGLEના અક્ષરોમાં જ સમાવી લીધા છે, જે દેખાવમાં ખુબજ એટ્રેક્ટિવ લાગે છે. જોકે, ગુગલ દર વર્ષે હૉલિડે સિઝન અને ન્યૂ યર સેલિબ્રેશન માટે અલગ જ ફોર્મેટ તૈયાર કરીને લોકોને શુભકામના પાઠવે છે. ગુગલે ગયા વર્ષ 2014માં જે ડિસેમ્બરનું ડુડલ બનાવ્યું હતું તે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું. તેમાં બરફના નીચે હરણને બતાવવામાં આવ્યું હતું, તે ડુડલ પણ લોકોને ખુબ ગમ્યુ હતું.