બ્રાની શોપિંગ કરવા જઇ રહ્યા છો? આ 10 ટિપ્સ કરશે તમને મદદ

08 Jan, 2016

શું તમને યાદ છે કે યુવાઅવસ્થામાં પગ મુક્યા બાદ તમે પ્રથમ વખત બ્રા ક્યારે ખરીદવા ગયા હતા? ટીનેજમાં પ્રવેશ કર્યા બાદ શરૂઆત થાય છે યોગ્ય લોન્જરીની ખરીદીથી. કદાચ તમે બ્રા ખરીદવામાં કલાકોના કલાક વિતાવી દેતા હશે. અનેક પીસ ટ્રાય કર્યા બાદ તમે મૂંઝવણમાં મુકાઇ જતા હશો કે આખરે ગમે તે એક પીસ ખરીદી પણ લો છો. પરંતુ આ પ્રથમ વખત પણ નથી અને છેલ્લીવાર પણ નહીં. કારણ કે, લોન્જરી ખરીદ્યા બાદ તમારી સાઇઝમાં ફેરફાર થતા રહે છે અને તમારે ફરીથી એ જ શોધખોળમાં લાગી જવું પડતું હોય છે. તમારી આ પરેશાનીનું સોલ્યુશન Fashion101.in પાસે છે. અમે તમને 10 એવી બાબતો જણાવી રહ્યા છીએ, જે તમારે લોન્જરી ખરીદતા પહેલાં હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએ. 
 
કપ સાઇઝ આગળ અને સેન્ટર પર હોવા જોઇએઃ ધ્યાન રાખો કે બ્રા યોગ્ય રીતે તમારાં બ્રેસ્ટ પર ફિટ થઇ જાય. જો કપ ઉપરની તરફથી તમારાં બ્રેસ્ટની બહાર નિકળી રહ્યા છે તો તે સાઇઝમાં ખુબ જ નાના છે. અલગ-અલગ શેપની બ્રાના કપ સાઇઝ પણ અલહ હોય છે. એક યોગ્ય બ્રા એ જ છે જેને પહેર્યા બાદ નિપલ્સ આગળની તરફ અને તમારાં ખભાની બાજુથી અડધે તરફ ટકી રહે. 
 
બ્રા મજબૂતીથી ફિટ થઇ જવી જોઇએઃ એક સ્નગ ફિટ બ્રા તમારી જરૂરિયાત છે. ધ્યાન રાખો કે તમારી બ્રા બેન્ડની પાસે યોગ્ય રીતે ફિટ થઇ જાય. કારણ કે તે એક પ્રાઇમરી સપોર્ટની માફક કામ કરે છે. જો તમારી બ્રા વધારે ઢીલી હશે તો તે પાછળની તરફથી ઉપર ઉઠી જશે અને યોગ્ય સપોર્ટ નહીં મળે. એ વાતનું પણ ધ્યાન રાખો કે જો કપનું ફેબ્રિક સંકોચાઇ જાય, તો કપ સાઇઝ તમારાં માટે મોટી છે. 
 
તમારાં માપનું રાખો ધ્યાનઃ તમારે તમારાં બેન્ડ અને બસ્ટ સાઇજને ઇંચમાં જાણવાની જરૂર છે. એક બ્રા પહેરો અને ટેપની મદદથી તમારું માપ લઇ લો. હાથની નીચેથી, બ્રેસ્ટની ઉપર તમારી ચેસ્ટની વચ્ચે લાવીને ટેપને પાછળથી આગળની તરફ લાવો અને માપ લો. આનાથી તમારાં બેન્ડનું માપ થશે, જો ઓઢ નંબર આવે તો તેમાં એક જોડી લો. (જેમ કે, 29 છે તો 30 થઇ જશે, 31 છે તો 32). બસ્ટનું માપ તમારાં બ્રેસ્ટના સૌથી ઉપરના હિસ્સામાંથી લો. તમારાં બેન્ડના માપને બસ્ટના માપથી ઘટાડો. દરેક ઇંચ એક કપ સાઇઝ દર્શાવશે. જેમ કે, તમારી બસ્ટ સાઇઝ 36 ઇંચ છે અને બેન્ડ સાઇઝ 34 તો તેનું અંદર બે થઇ જશે (34-32= 2), જેનો અર્થ છે કે તમારી કપ સાઇઝ છે B. આ જ પ્રકારે જો તમારી બસ્ટ સાઇઝ 35 છે અને બેન્ડ સાઇઝ 32 તો તમારી કપ સાઇઝ (35-32=3) C છે. 
 
તેની સીમ પર ખાસ ધ્યાન આપોઃ જો કે, આનાથી તમને પ્રાઇમરી સપોર્ટ નથી મળતો પરંતુ સીમવાળા સ્ટ્રક્ચર્ડ કપ તેને વધારે લિફ્ટ આપવાની સાથે સાથે બેસ્ટ શેપ પણ આપે છે. 
 
કેટલું છે સ્ટ્રેચેબલ?: બ્રા લાયક્રા અને સ્પેનડેક્ટથી બનેલી હોય છે, તેથી ઝડપથી સ્ટ્રેચ અથવા વળી જાય છે અને તમારું ઓરિજિનલ ફિટિંગ ખોવાઇ જાય છે. એટલું જ નહીં, બસ્ટ સાઇઝ પણ હોર્મોનલ અથવા વજનના કારણે બદલાતું રહે છે. તેથી દર 6 મહિને તમારી સાઇઝ ચેક કરતાં રહો. 
 
પહેરો યોગ્ય શર્ટઃ જ્યારે પણ શોપિંગ કરવા જાવ તો યોગ્ય શેપવાળા શર્ટ પહેરો. હાઇ-કોલર્ડ અથવા લુઝ શર્ટમાં બ્રા અને ક્લિવેજનો યોગ્ય લુક ખબર નહીં પડે. તેથી ફિટેડ શર્ટ પહેરો જેથી બ્રાથી મળતા અલગ અલગ શેપ સરળતાથી જાણ થઇ જશે. 
 
સ્ટ્રેપલેસ બ્રાની ફિટિંગ હોય છે થોડી ટ્રિકીઃ આ પ્રકારની બ્રાને કપ સાઇઝના હિસાબથી પસંદ કરો, જેથી તેનું કાપડ તમારાં બ્રેસ્ટને ડંખે નહીં અને ના તો ઉપરની તરફ આવી જાય. અગાઉ જણાવ્યા અનુસાર તેમાં કોઇ સ્ટ્રેપ હોતા નથી તેને તેના બેન્ડ મજબૂત હોવા જરૂરી છે, જેથી તે તમારાં ચેસ્ટ પર યોગ્ય રીતે ફિટ થઇ જાય. 
 
અંડરવાયર અને એક્સ્ટ્રા સપોર્ટઃ હેવી અને મોટાં બ્રેસ્ટવાળી સ્ત્રીઓને અંડરવાયર બ્રા અથવા એવી બ્રા જેમાં પહોળા બેન્ડ્સ અને મોટાં સ્ટ્રેપ્સ તરીકે એક્સ્ટ્રા સપોર્ટની જરૂર પડે છે. અંડરવાયર બ્રા સારો શેપ આપવાની સાથે સાથે ક્લિવેજીસને સ્થિરતા આપે છે. પરંતુ આ પ્રકારની બ્રા કેવીએટ્સની સાથે આવે છે. એક અભ્યાસ મુજબ, વર્ષોથી જો તમે આખો દિવસ ટાઇટ અથવા અંડરવાયર બ્રા પહેરી રહ્યા છો તો તમારાં બ્રેસ્ટ ટિશ્યુ કમજોર થઇ શકે છે. જેનાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જો તમે એવી બ્રા પહેરી રહ્યા છો તો ઘરમાં હોય તે દરમિયાન બ્રા પહેરવાનું ટાળો. 
 
ક્વોન્ટિટી અને ક્વોલિટી પર ધ્યાન આપોઃ જો ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને જ યોગ્ય હશે તો તમારી બ્રા લાંબા સમય સુધી ચાલશે. જેટલી વધારે બ્રા તમારી પાસે હશે અને જેટલી સારી ક્વોલિટી હશે તેટલું જ તેને બદલવાની ઓછી જરૂર પડશે. જો કે તે માટે તમારે થોડાં વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે, પરંતુ આટલા લાંબા સમય સુધી ચાલવાથી તમારો ખર્ચ ક્યાંકને ક્યાંક તો ઓછો થઇ જ જશે. 
 
હંમેશા તેની દેખરેખ સાથે જોડાયેલા નિર્દેશોનું પાલન કરોઃ જો તમારી મોંઘી બ્રાના શેપને લાંબા સમય સુધી જાળવવા ઇચ્છો છો તો તેને નહાતી વખતે પણ તેને પહેરીને રાખો. આ ટ્રાય કરો, કારણ કે અમુક બ્રાને માત્ર હાથથી ધોવાની જરૂર પડે છે, તો કેટલીક બ્રાને માત્ર પલાળીને સુકવવાની જ જરૂર હોય છે.