બજારમાં આવી ગઈ સસ્તી બુલેટ, 1 લિટરે 90 કિમીની જબરદસ્ત માઈલેજ

07 Jul, 2018

હેવી બાઈટ સેગ્મેન્ટમાં રોયલ એન્ફિલ્ડની બુલેટ લોકોના મન પર રાજ કરે છે. લોકો વચ્ચે તેનો એક અલગ જ અંદાજ છે. બાઈકની કિંમત એટલી વધારે કે લોકો તેને ખરીદતા દસવાર વિચાર કરે. પરંતુ બાઈકના શોખીન લોકો હવે બજેટ કિંમત પર આ પ્રકારની બાઈક સરળતાથી ખરીદી શકશે. બજારમાં 60થી 70 હજાર રૂપિયાની કિંમતે તમને બુલેટ મળશે. તેની માઈલેજ પણ જબરદસ્ત છે. આ બુલેટ રસ્તા પર એક લિટરમાં 90 કિમીની રફતારથી દોડે છે. 

 

 
રોયલ એનફિલ્ડ બુલેટની નકલ : જે બુલેટની અમે વાત કરી રહ્યાં છીએ તે રોયલ એનફિલ્ડે બનાવ્યું નથી. પરંતુ આ બુલેટને રોયલ એનફિલ્ડ જેવું જ કઈંક નામ રોયલ ઈન્ડિયન નામથી બનાવવામાં આવ્યું છે.  જે રોયલ એનફિલ્ડ બુલેટની નકલ છે. બુલેટની જેમ તેને બોલ્ટ નામ આપવામાં આવ્યું છે. આ બાઈકને ભુવનેશ્વર સ્થિત બાઈક બિલ્ડર રોયલ ઉડોએ બનાવ્યું છે. જે જોવામાં બિલકુલ બુલેટ જેવી લીગે છે. પરંતુ તેમાં 100 સીસીનું એન્જિન છે. 
 
બોલ્ટના સ્પેસિફિકેશન : 100 સીસી રોયલ ઈન્ડિયન બુલેટનો અવાજ પણ અસલ બુલેટ બાઈક જેવો જ છે. 100 સીસી એન્જિન બાઈક પાસે આ પ્રકારના અવાજની આશા રાખવી ખુબ મુશ્કેલ છે. રોયલ ઈન્ડિયન બુલેટની ફ્યુઅલ ટેન્ક, સીટ, સ્પોક્સ વ્હિલ્સ, અને રાઉન્ડ હેડલેમ્પ બિલકુલ રોયલ એનફિલ્ડ બુલેટ જેવા દેખાય છે. એટલું જ નહીં સીટની પાછળ બુલેટ શબ્દનો ઉપયોગ પણ એવી જ રીતે કરાયો છે જે રીતે અસલ રોયલ એનફિલ્ડમાં હોય છે. 
 

 
આ ઉપરાંત તેની ફ્યુલ ટેન્ક પર લાગેલુ રબર પ્રોટેક્શન, બેટરી કવર અને ટુલ બોક્સની ડિઝાઈન, રીયર ફેન્ડર પણ લગભગ એક જેવા જ છે. 100 સીસી રોયલ ઈન્ડિયન બુલેટનું એક્ઝોસ્ટ પણ એવું જ છે જેવું રોયલ એનફિલ્ડ બુલેટમાં લાગેલુ છે. જો કે તેમાં સૌથી મોટુ અંતર એન્જિનનું છે. બધુ મળીને રોયલ ઈન્ડિયન બુલેટ તમને અસલ બુલેટ જેવો ઘણો ખરો આનંદ કરાવશે.