અક્ષયકુમારની બ્રધર ફિલ્મ જુલાઈમાં જ રિલીઝ થશે

21 Nov, 2014

બોલિવૂડના ફિલ્મકાર કરણ જોહરનાં પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બ્રધર નવા વર્ષમાં આવનાર ગાંધી જયંતીના દિવસે રિલીઝ થાવાની હતી પણ હવે આ ફિલ્મને જુલાઈમાં રિલીઝ કરવાનો પ્લાન બનાવાવામાં આવી રહ્યો છે એવું ફિલ્મના સહનિર્માતા કરણ જોહરનું કહેવું છે. તેમણે આ ફિલ્મને વહેલી રિલીઝ કરવાનું કારણ જણાવતાં કહ્યું કે આ ફિલ્મનાં શૂટિંગ પર જબરજસ્ત ઉત્સાહ હોવાથી તેને જલદીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરણ મલ્હોત્રાનાં દિગ્દર્શનમાં તૈયાર થયેલી ફિલ્મ બ્રધર્સમાં અક્ષયની સાથે જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકી શ્રોફે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ પ્રમાણે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હતી. આ ફિલ્મને પોતાના હોમપ્રોડક્શનમાં બનેલી ફિલ્મ સિંગ ઈઝ બ્લિંગની રિલીઝ ડેટ એક હોવાથી કરણે તેની તારીખ બદલી નાખી છે.