કેવી રીતે બનાવશો ઘરે બ્રેડ મિની પિઝા જોઈ લ્યો રેસીપી

28 Jun, 2018

સામગ્રી-

6 સ્લાઈસ બ્રેડ
1 ટેબલ સ્પૂન અંકુરિત ચણા
1 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
1/2 ટી સ્પૂન ચાટ મસાલો
1 ટેબલ સ્પૂન રવો
1 ટેબલ સ્પૂન મકાઈનો લોટ
1 ક્યુબ ચીઝ
50 ગ્રામ પનીર
રાઈ
મીઠો લીમડો
કોથમીર
ચટણી
ટોમેટો સોસ
મીઠું સ્વાદાનુસાર

શાકભાજી-
ગાજર
લીલી ડુંગળીના ચીઝ
કોબીજ
શિમલા મરચાં

 

 

રીત-

સૌપ્રથમ બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા, પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે.

પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ અને લીલી ચટણી લગાવીને ગરમા-ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.

Loading...

Loading...