છોકરીઓ સાથે ચિટ-ચૈટમાં આવશ્યક છે આ એટીકેટ્સ

10 Oct, 2015

 આજનો યુવા અને અન્ય વ્યક્તિ પણ સોશ્યલ મીડિયાથી પ્રભાવિત થયો છે અને સાથે જ અવારનવાર તેનો ઉપયોગ પણ કરી રહ્યો છે. જ્યારે યુવાનો તેનો ઉપયોગ કરે છે ત્યારે તેના ફાયદાથી માહિતગાર છે પણ તેની નેગેટિવ અસરોથી અજાણ હોય છે. જ્યારે યુવાનો છોકરીઓની સાથે ચેટિંગ કરે છે ત્યારે તેઓએ ચેટિંગના કેટલાક ખાસ એટિકેટ્સને જાણી લેવાની આવશ્યકતા છે. જ્યારે આ એટીકેટ્સને ધ્યાનમાં રાખીને છોકરીઓ સાથે ચેટિંગ કરવામાં આવે છે ત્યારે છોકરીઓને ઝડપથી ઇમ્પ્રેસ કરી શકાય છે. આ રીતે ઇમ્પ્રેસ થયેલી છોકરીઓ તમારા માટે પણ અલગ જ ફિલિંગ અનુભવે છે. આજે અહીં છોકરીઓ સાથે ચેટિંગમાં આવશ્યક એટીકેટ્સની વાત કરવામાં આવી રહી છે. 

 
સોશ્યલ મીડિયા પ્રોફાઇલ જુઓ
 
જો તમે એક યુવતી સાથે વાત કરી રહ્યા છો તો તમારે થોડો વધારે સમય પસાર કરવો પડે છે. છોકરીઓ સાથે વાત કરતા પહેલાં તમે થોડી પૂર્વ તૈયારી કરી લો તે પણ આવશ્યક છે. કોઇની પણ સાથે વાત કરતાં પહેલાં તેની સોશ્યલ પ્રોફાઇલ ચેક કરો તેનાથી તમે તેમની પસંદ-નાપસંદ અને તેઓ શું કરે છે તેની માહિતિ મેળવી શકો છો. 
 
વિષય પસંદગી
 
જ્યારે તમે તેમને નવા નવા મળી રહ્યા છો અને ચેટિંગ કરી રહ્યા છો તો તમે તેમની સાથે ફની વિષયો પર વાત કરો. એવી કઇ વાત હોઇ શકે છે જેની પર તેઓ ખુલીને તમારી સાથે વાત કરી શકે છે. તમે એવા વિષયોને પસંદ કરીને વાત કરવાનું શરૂ કરો. એવા વિષયોની પસંદગી કરો જેની પર વાત કરવામાં તેને પણ આનંદ આવે.
 
કોન્ફિડન્ટ રહો
 
જયારે તમે છોકરીની સાથે વાત કરો છો ત્યારે તમારો એટીટ્યૂડ કોન્ફિડન્ટ અને સુંદર રાખો. છોકરીઓ ખાસ કરીને મહત્વાકાંક્ષી યુવકોને પસંદ કરે છે. સાધારણ અને સ્વાભાવિક રીતે વાત કરો, જે છે તે દેખાડો. ખોટી રીતે પોતાને પ્રેઝન્ટ કરવામાં તમે તમારું માન ગુમાવી દો છો. 
 
વ્યક્તિને સમજો
 
જ્યારે તમે કોઇ છોકરીની સાથે ચેટિંગ કરો છો ત્યારે તમે ફક્ત તેના જ વિશે વાત કરો અન્ય કોઇ વિશે વાત કરવાનું ટાળો. પહેલાં તેની પસંદ-નાપસંદને જાણો અને સાથે જ પોતાની વાત પણ કરો. પોતાના વિશે કહો અને સાથે તે તમને જાણી શકે તે અનુભવ પણ કરાવો. એકમેકને સમજીને આગળ વધવાની કોશિશ કરતા રહો.
 
વાતચીતમાં સમય રાખો
 
જ્યારે તમને લાગે છે કે તમે વાતચીતમાં એકમેકને વધારે સમય આપી ચૂક્યા છો તો તમે થોડી ધીરજ રાખો અને દૂરી પણ. તમે એકમેકને મિસ કરવાને માટે સમય આપો. થોડો સમય એવો પણ રાખો જેમાં તમે એકમેકની સાથે વાત ન કરો, પછી કોઇને કોઇ બહાનાથી વાતચીતને શરૂ કરો. આ પ્રકારનું ચેટિંગ પણ તમારા સંબંધને મજબૂત બનાવે છે.
 
રોમેન્ટિક વાતો કરો
 
આ એવો સમય છે જ્યાં તમે એટલું તો સમજી જ શકો છો કે તમે જે વાત કરો છો તે તેને ગમે છે કે નહીં. જો હા તો તમે આગળ વધી શકો છો અને સાથે રોમેન્ટિક વાતો પણ કરી શકો છો. પ્રેમભરી વાતો કરો અને તેને પોતાની તરફ આકર્ષિત કરો તે પણ આવશ્યક છે. આમ કરવાથી તમારી વચ્ચેના સંબંધો સરળ અને સુંદર બને છે. 
 
પર્સનલ વાતોથી રહો દૂર
 
જેમાં તમે કહેવામાં અસહજતા અનુભવતા હોવ તેને કહેવાથી બચો તે સારું રહે છે. તમે જ્યારે પર્સનલ વાતોને શેર કરવાનો પ્રયાસ કરો છો ત્યારે શક્ય છે કે છોકરીઓ તમારી સાથે અસહજ ફીલ કરે. આ પ્રકારની વાતોથી દૂર રહો તે આવશ્યક છે. 
 
સેન્સ ઓફ હ્યુમરનો કરો ઉપયોગ
 
છોકરીઓ છોકરાઓના સેન્સ ઓફ હ્યુમરને પસંદ કરે છે. જો તમે તમારી વાતોથી છોકરીઓને હસાવી શકતા નથી તો તમારો ચાન્સ ઓછો રહે છે. જ્યારે તમે આ પ્રયાસમાં સફળ રહો છો ત્યારે તમને એ પણ ખ્યાલ રહે છે કે તમે કેટલા હસમુખ છો અને તે તમારી પ્રત્યે વધારે આકર્ષાય છે. 
 
જૂઠાણાંથી રહો દૂર
 
સૌથી વધારે આવશ્યક છે કે તમે તમારા વિશે કે તમારા વ્યક્તિત્વને લઇને તેમની સાથે ખોટું બોલવાથી બચો. તમે ક્યાં રહો છો, શું કરો છો અને તમારું ઇકોનોમિકલ સ્ટેટસ શું છે તે પણ સાચી રીતે જણાવો. તમે ખોટું બોલો છો અને પકડાઇ જાવ છો તો તમારી ઇમેજ વધારે ખરાબ થઇ શકે છે. માટે આ પ્રકારની વાતોથી દૂર રહીને તમારી એક સારી અને સાચી ઇમેજ બનાવો તે આવશ્યક છે.