યંગ દેખાવાની લેટેસ્ટ તકનીક Botox ઇંજેક્શન, તેના છે કેટલાય ફાયદા

18 Jun, 2015

 ચહેરા પરની કરચલીઓ અને માથા પર પડેલી રેખો પર્સનાલિટી પર નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ વૃદ્ધાવસ્થાના શરૂઆતી લક્ષણ પણ છે. કોન્ફિડેંસમાં અભાવની સાથે જ અન્ય કેટલાય પ્રકારના ફેરબદલ થવા લાગે છે. મહિલાઓને તેની સૌથી વધુ ચિંતા હોય છે પરંતુ હવે આ ટેંશન દૂર થઈ ગયું છે બોટોક્સની લેટેસ્ટ તકનીકથી. સમય પહેલા વૃદ્ધ દેખાવાવાળા અનેક લોકો આ તકનીકની મદદથી પોતાને જુવાન બનાવી રહ્યા છે. પરંતુ અમુક નિષ્ણાતોનું માનવું છે કે આ ટ્રીટમેંટ વ્યક્તિને અમુક સમય પછી વધુ વૃદ્ધ બનાવી દે છે. અમુક વિદેશી નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રોસેસમાં ભમરોની ઉપર આપવામાં આવતા ઇંજેક્શનથી જે લેવલ પર આઇબ્રોને લિફ્ટ કરવામાં આવે છે ઠીક એટલી જ ઊંચાઈ પર વડીલોની ભ્રમરો હોય છે. એવામાં વ્યક્તિ યુવાન દેખાવાને બદલે વધુ ઉંમરનો લાગે છે. જ્યારે અમુક નિષ્ણાત આ તકનીકના ફેવરમાં છે અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેમનું માનવું છએ કે આઇબ્રો લિફ્ટના લેવલનું સંતુલન યોગ્ય થવા પર કોઈ બેડ ઇફેક્ટ નથી થતો.

આ છે ફાયદા
 
એક વખત બોટોક્સ લીધા પછી 6 મહિના સુધી તમારા ચહેરો ટાઇટ રહે છે અને તેમાં ગ્લો બન્યો રહે છે. તેના પછી ફરીથી ટ્રીટમેંટ લેવામાં કોઈ નુકસાન નથી. કોઈ દર્દીને બે વર્ષ સુધી સતત બોટોક્સ આપવા પર તેની મસલ્સ રિલેક્સ થઈ જાય છે. તેનો ફાયદો એ છે કે આ બે વર્ષ દરમિયાન નવા રિંકલ્સ નથી થતા. કેટલાય સેલિબ્રિટીઝ પણ બોટોક્સના માધ્યમથી પોતાના ચહેરા પર ગ્લો બનાવી રાખ્યું છે.
 
મેડિકલ યૂઝ
 
1. બોટોક્સનો કોસ્મેટિક્સની સાથે મેડિકલ યૂઝ પણ થાય છે. જે વ્યક્તિની હથેળીઓ અથવા બગલમાં વધુ પરસેવો આવવાની સમસ્યા થતી હોય, તેને બોટોક્સ ટ્રીટમેંટથી દૂર કરી શકાય છે.
 
2. કેટલાય ઓર્થોપેડિક સર્જન પણ સેલેબ્રલ સ્પાસ્ટિસિટીથી પીડિત બાળકોના ઇલાજમાં બોટોક્સનો ઉપયોગ કરે છે. વિદેશોમાં ડેંટિસ્ટ પણ દર્દીના ચહેરા પર સારી મુસ્કાન લાવવા માટે બોટોક્સ વાપરે છે.

3. ચહેરાના મસલ્સ સંબંધી બીમારીઓ (નર્વ પાલ્સી)માં પણ બોટોક્સ આપવામાં આવે છે. તેનાથી દર્દીઓને ઘણો લાભ થાય છે.
 
આ છે નુકસાન
 
તેના કેટલાય સાઇડ ઇફેક્ટ હોય છે, પરંતુ આ સાત દિવસ અથવા તેનાથી ઓછા સમયમાં પણ ખતમ થઈ જાય છે. જે જગ્યાએ ઇંજેક્શન આપવામાં આવે છે ત્યાં સહેજ દુખાવો થાય છે અને ત્યાંની સ્કિન થોડી વાર માટે લાલ થઈ જાય છે. ત્યાં સોજો, ખંજવાળ અને ક્યારેક-ક્યારેક બ્લડ ક્લોટિંગ પણ થઈ શકે છે. આ બધા સાઇડ ઇફેક્ટ એક અથવા બે દિવસની દવાથી ઠીક થઈ જાય છે.
 
આ બાબતોનું રાખો ધ્યાન
 
નિષ્ણાત બતાવે છે કે બોટોક્સ ટ્રીટમેંટમાં ખૂબ ગ્લેમર છે. આ ફીલ્ડમાં કેટલાય લોકો આવી રહ્યા છે. કેટલાય બ્યુટી પાર્લરવાળા પણ કોઈ એક્સપીરિએંસવાળા લોકોથી બોટોક્સ ટ્રીટમેંટ લઈ રહ્યા છે જે તેમના સ્વાસ્થ્ય માટે મોંઘુ સાબિત થઈ શકે છે. ટ્રીટમેંટ એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવે અને યૂનિટ્સનું ધ્યાન રાખવામાં આવે તો તેના બધા જ સાઇડ ઇફેક્ટ ખતમ કરી શકાય છે.
 
કેમ દેખાવા લાગે છે વધુ ઉંમર
 
જેમ-જેમ ઉંમર વધે છે તેમ-તેમ વ્યક્તિની આઇબ્રો નીચે થતી જાય છે. બોટોક્સના માધ્યમથી નમી ગયેલી ભ્રમરોને પાછી ઉપર ઉઠાવી જેવામાં આવે છે જેનાથી આંખો વધુ ખુલી દેખાય છે અને યંગ લુક નજર આવે છે. આ પદ્ધતિમાં આંખોની ઉપર અને આઇબ્રોની નીચે ઇન્જેક્શન લાગે છે, જેનાથી આઇબ્રો અપલિફ્ટ થઈ જાય છે. ચહેરા પર અન્ય જગ્યાએ બોટોક્સ દેવાની સરખામણીમાં આ સૌથી ટ્રિકી જોબ છે. જો અહીં બોટોક્સના લિફ્ટિંગ ઇફેક્ટ અને આંખોની પાસેના મસલ્સના ડ્રોપિંગ ઇફેક્ટમાં બેલેંસ ન બનાવવામાં આવ્યું તો આઇબ્રો વધુ ઉપર થઈ જશે જે એક વખત કોઈ વૃદ્ધ વ્યક્તિના સમાન લાગશે. એવામાં આ ટ્રીટમેંટ કોઈ એક્સપર્ટ્સથી જ કરાવવી ઉત્તમ રહેશે. આમ પણ આઇબ્રો લિફ્ટિંગ વિવિધ દેશોના લોકોના કલ્ચર પર પણ નિર્ભર કરે છે. આપણાં દેશમાં સેમી સર્કલ શેપની ભ્રમરો પસંદ કરવામાં આવે છે. તો અમુક દેશોમાં ભ્રમરોનું લેવલ ખૂબ નીચે રાખવામાં આવે છે.
 
શું છે બોટોક્સ, કઈ રીતે કરે છે કામ
 
બોટોક્સ (બોટ્યૂલિનીયમ ટોક્સિન ટાઇપ-એ) એક કેમિકલ છે, જેને ઈંજેક્શનની મદદથી ફેસના મસલ્સમાં ઇંજેક્ટ કરવામાં આવે છે. ઉંમરને લીધે જે લોકોના ચહેરાના મસલ્સ લૂઝ થઈ જાય છે તે કેમિકલ તેમની મસલ્સને રિલેક્સ કરે છે જેનાથી ઉપરની સ્કિનમાં ટાઇટનેસ આવી જાય છે. આ પ્રોસેસ પછી રિંકલ્સ ઓછા થઈ જાય છે. બોટોક્સ ઇંજેક્શન ક્રો-ફીટ(આંખની આજુબાજુ), ફોરહેડ લાઇન, નાકની નીચે, આઇબ્રો લિફ્ટ, જો લાઇન વગેરે જગ્યાઓ પણ આપવામાં આવે છે. એક વખતની ટ્રીટમેંટમાં 10-60 યૂનિટ બોટોક્સ લગાવવામાં આવે છે. પ્રતિ યૂનિટ અંદાજિત 150થી 200 રૂપિયાનો ખર્ચ આવે છે. ચારથી છ મહિનામાં તેની અસર ખતમ થવા પર તેને રિપીટ પણ કરી શકાય છે.