બૉલીવુડની 10 પ્રેમ-કહાણીઓ કે જેનો દુઃખદ અંત થયો

25 Nov, 2014

બૉલીવુડ લવ સ્ટોરીઝનો કાયમ સુખદ અંત નથી થતો. કેટલીક પ્રેમ કહાણીઓ કાંઠા સુધી પહોંચે છે, તો કેટલાક વહાણ મધદરિયે ડૂબી જાય છે. વાતની શરુઆત જ આપણે કરીએ અર્પિતા ખાન સાથે કે જેમના તાજેતરમાં જ લગ્ન થયાં છે.

જોકે અર્પિતા ખાને જેની સાથે લગ્ન કર્યા છે, તેવા આયુષ શર્મા સાથે તેઓ ડેટિંગ કરતા હતાં, પરંતુ આ સંબંધ બહુ જૂનો નથી. હકીકતમાં સલમાન ખાનના બહેન અર્પિતા એક સમયે બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે ડેટિંગ કરતા હતાં. આમ અર્પિતા-અર્જુનની પ્રેમ-કહાણી કાંઠે ન પહોંચી અને અર્પિતા આયુષના થઈ ગયાં.

વાત જ્યારે આ પ્રકારના બ્રેક-અપ્સની આવે, તો અમિતાભ બચ્ચન-રેખાથી શરુઆત થાય, પરંતુ તેનો અંત થાય સલમાન ખાન સાથે જ. સૌ જાણે છે કે તેમના જીવનમાં ગર્લફ્રેન્ડ્સનો કોઈ પાર રહ્યો નથી, પરંતુ આમ છતાં આજ સુધી તેઓ અપરિણીત છે.

બિગડે રિશ્તે...

બૉલીવુડ લવ સ્ટોરીઝનો કાયમ સુખદ અંત નથી થતો. કેટલીક પ્રેમ કહાણીઓ કાંઠા સુધી પહોંચે છે, તો કેટલાક વહાણ મધદરિયે ડૂબી જાય છે.

અમિતાભ-રેખા

અમિતાભ બચ્ચનના આ વિવાહેતર સંબંધ અંગે આખી દુનિયા જાણે છે. અમિતાભ જયા બચ્ચન સાથે પરણેલા હોવા છતાં એક સમયે રેખાના ગળાડૂબ પ્રેમમાં હતાં. ખેર, આ પ્રેમ-કહાણીનો અંત થયો અને એટલો ખરાબ અંત થયો કે રેખા-અમિતાભ આજે પણ એક-બીજા સાથે વાત નથી કરતાં.

અભિષેક-કરિશ્મા

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના તો સગપણ થઈ ગયા હતાં, પરંતુ કોઈ નથી જાણતું કે આ સગપણ કેમ તુટી ગયું. પછી કરિશ્માએ સંજય કપૂર, તો અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધાં.

સલમાન-ઐશ

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું અફૅર કરતા બ્રેક-અપનો વિવાદ વધુ ચર્ચામાં રહ્યુ હતું. આજ સુધી બંને એક-બીજાનો સામનો નથી કરતાં.

અક્ષય-શિલ્પા

અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી સાથે ખૂબ પ્રેમ-રમત રમી. જ્યારે શિલ્પાને સમજાયું, ત્યારે આ પ્રેમ-કથા સમાપ્ત થઈ ગઈ. આજે પણ શિલ્પા-અક્ષય એક-બીજા સાથે વાતચીત નથી કરતાં.

જ્હૉન-બિપાશા

જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુના તો લગ્નની શરણાઇઓ વાગવાની તૈયારીઓ થતી હતી, પરંતુ ખબર નહીં કેમ, બંને અચાનક છુટા પડી ગયાં અને આજે બંને વચ્ચે અબોલા છે.

શાહિદ-કરીના

શાહિદ કપૂર અને કરીના કપૂરની પ્રેમ-કહાણી પર બૉલીવુડમાં મોસ્ટ ટૉક્ડ પ્રેમ-કહાણી હતી, પરંતુ બંને વચ્ચે અચાનક બ્રેક-અપ થયું. બંને લાંબા સમય સુધી દૂર-દૂર રહ્યા. દરમિયાન કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધાં. જોકે આઇફા 2014માં પહેલી વખત બંનેએ મંચ શૅર કર્યુ હતું.

અર્જુન-અર્પિતા

અ્પિતા ખાન હવે આયુષ શર્માના પત્ની બની ચુક્યા છે, પરંતુ તેઓ એક સમયે અર્જુન કપૂર સાથે ડેટ કરતા હતાં. અર્જુને સ્વીકા્યુ હતું કે તે તેમની પ્રથમ સીરિયસ રિલેશનશિપ હતી. જોકે પછીથી બંને અલગ થઈ ગયાં. આજે પણ બંને વચ્ચે અબોલા છે. અહીં સુધી કે અર્પિતાના લગ્નમાં પણ અર્જુન ક્યાંય નહોતા દેખાયાં.


કલ્કી-અનુરાગ

કલ્કી કોચલન અને અનુરાગ કશ્યપે એક-બીજાને પ્રેમ કર્યો અને બંનેએ લગ્ન પણ કર્યાં, પરંતુ એક દિવસ બંનેનો સંબંધ તુટી ગયો. એક-બીજાનો સમ્પર્ક બંનેએ તોડી નાંખ્યો.

હૃતિક-સુઝાન

કેટલાક લોકો કહે છે કે હૃતિક-સુઝાનના છુટાછેડા માટે અર્જન રામપાલ જવાદાર છે, તો કેટલાક કહે છે કે આ હૃતિકનો ખોટો ભ્રમ હતો. ખેર, બંને હવે કાયદેસર રીતે જુદા થઈ ચુક્યા છે.

લારા-કેલી

કોઈ નથી જાણતું કે લારા દત્તા અને કેલી દોરજીના સંબંધ કેમ તુટી પડ્યાં. બ્રેક-અપ બાદ બંને વચ્ચે અબોલા છે. લારા હાલ મહેશ ભૂપતિના પત્ની બની ચુક્યાં છે. કહે છે કે કેલી સાથે સંબંધો દરમિયાન લારા ડીનો મોરિયાને ડેટ કરવા લાગ્યા હતાં કે જેનાથી કેલી ખૂબ દુઃખી હતાં.