ધોરાજીના ભાદર ડેમમાં બરફ પડયો ?? આ શું થયું... જુઓ વીડિયો

18 Jul, 2018

 

ધોરાજીના ભાદર ડેમમાં આવે છે જેતપુર નદીનુ્ર પ્રદુષિત પાણી


 

 

 ગુજરાત ની જીવાદોરી સમાન આ ભાદરનદી ઉપર બે મોટા ડેમ લોકહિત માટે નિર્મિત કર્યા છે. જેમાં નો ધોરાજી ના ભુખી ગામ પાસે આવેલો ભાદરડેમ 2 લોકો ને પાણી પીવા તથા સિંચાઈ માટે બનાવ્યો હતો પરંતુ છેલ્લા કેટલા વર્ષ થી યા જેતપુર ડાઈંગ નુ કેમીકલયુકત તથા પ્રદુષિત પાણી આ ભાદરનદી મા ઠાલવીને પીવાલાયક પાણી ને ઝેરી બનાવી દીધેલા છે આ અંગે પ્રોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની લાલીયાવાડી ને હિસાબે આ આખો ભાદરડેમ 2 પ્રદુષિત થઈ ગયો છે. છતાં “જળ એ જીવન ” ના બણગાં ફુંકતી આ સરકાર કે કોઈ રાજકીય નેતાઓ નુ પેટ નુ પાણી પણ હલતું નથી ચુંટણી સમયે લોકોના વિશ્ર્વાસ નો મત લઈને ધોરાજી ના પ્રજા ની લાગણીસભર માગણી ને ધ્યાન મા લઈ ને ભાદરનદી ને કેમીકલ મુક્ત કરવા કોઈ નેતા કે લોકસેવક જનઆંદોલન કરવા ની સમયની માંગ છે.

 

 

 

ધોરાજી નાં ભાદર ડેમ 2 મા ઉપર વટ પર પડતાં વરસાદ ને કારણે પાણી ની ફુલ આવક ને કારણે ભાદર ડેમ ૨ ના દરવાજા ખોલવામાં આવ્યા હતા પણ ઉપરોક્ત દ્રશ્ય માં દ્રશ્ય થયેલ દ્રશ્ય એ સનોફોલ નથી પરંતુ જીવાદારી સમાન ગણાતો ભાદર ડેમ ૨ ના છે ડાઈંગ ના પ્રદુષણ લીધે ઉત્પન થયેલાં ફીણા આખાં ભાદર ડેમ ૨ માં જોવા મળીયા હતાં અને ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો એ આ ભાદર ડેમ ૨ ની મુલાકાત લીધી હતી અને સેલફી ફોટા ઓ અને વિડીયો લઈને સ્નોફોલ સમજી ને મજા માણતાં લોકો નજરે ચડ્યા હતાં 

 

જુઓ વીડિયો