નિયમિત રીતે આ 12 વસ્તુઓ ખાશો તો, ક્યારેય વાયગ્રાની ગોળી ખાવી નહીં પડે

24 Oct, 2015

આજકાલ ઘણાં બધાં લોકોના જાતીય જીવનમાં સમસ્યાઓ ચાલતી રહે છે. આમ તો તેની પાછળના અનેક કારણો જવાબદાર હોય છે જેમાં ખાસ કરીને માનસિક સમસ્યાઓ વધારે હોય છે પરંતુ આજના ફાસ્ટ સમયમાં લોકો એટલા બેદરકાર બની ગયા છે કે આવી સમસ્યાઓ માટે સુરક્ષિત ઉપાય અપનાવવા માટે પણ તેમની પાસે ટાઈમ નથી રહ્યો અને ઝડપથી સમસ્યાને દૂર કરવા સેક્સપાવર વધારતી ગોળીઓનું સેવન આજકાલ વધતું જઈ રહ્યું છે. પણ તેનાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન ભોગવવું પડે છે. આવી દવાઓનું સેવન કરવાથી ઝડપથી કામોત્તેજનાને તો વધારી શકાય છે પણ ધીરે-ધીરે તે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને પણ નોતરે છે.

 જ્યારે પણ જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા અને સેક્સુઅલ સ્વાસ્થ્યને વધારવાની વાત આવે છે ત્યારે વાયગ્રાનું નામ અવશ્ય લેવાય છે. દવાના ઉપયોગથી પુરૂષ ઈરેક્ટલ ડિસફંક્શન અને નપુંસકતાનું ઈલાજ કરી શકે છે. આધેડ ઉંમરના પુરૂષોમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. દવા સેક્સ હોર્મોન્સને ઉત્તેજિત કરીને ઈરેક્શનને વધારે છે. વાયગ્રાની દવા જેવા કારગર કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જે સેક્સની ઈચ્છા વધારવામાં સહાયક હોય છે. તમારી સેક્સુઅલ ઈચ્છાને સ્વસ્થ રીતે વધારવા માટે ખોરાક ખાવું બેસ્ટ રસ્તો છે.

 પાલક-

 ખૂબ ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોવાને કારણે પાલક વિશ્વભરમાં સ્વાસ્થ્ય માટે એક શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. પાલકનું નિયમિત સેવન પ્રાકૃતિક વાયગ્રાનું કામ કરે છે. પાલકમાં આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન હોય છે જેના કારણે પાલક પુરૂષોમાં સેક્સ ક્ષમતાને પ્રાકૃતિક રીતે વધારે છે. પુરૂષોમાં સર્જાતી ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા માટે પાલક એક શ્રેષ્ઠ આહાર છે. તેમાં રહેલું વિટામિન સેક્સ હોર્મોનને રિલીસ કરે છે. પાલકને કામોત્તેજના વધારનાર ખોરાક પણ કહી શકાય છે. પાલકમાં રહેલું ઝિંક પુરૂષોના સ્પર્મની ગુણવત્તા અને સંખ્યાને વધારવામાં પણ મદદ કરે છે.

 અખરોટ-

 અખરોટ ખાવા આમ તો અનેક રીતે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે પરંતુ શું તમે જાણો છો કે અખરોટનું સેવન પ્રાકૃતિક વાયગ્રાની દવાનું પણ કામ કરે છે. સારાં ઈરેક્શન માટે સૂકા મેવાને હમેશાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી અસિડ અને વિટામિન બી3 હોય છે જે સ્પર્મની ગુણવત્તાને વધારવામાં મદદ કરે છે અને પુરૂષોના જનનાંગોમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં પણ મદદ કરે છે. જેથી તમે અખરોટને તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરીને વાયગ્રાની ઉણપને દૂર કરી શકો છો.

 તરબૂચ-

 વર્તમાન કરાયેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે તે તરબૂચ વાયગ્રાની જેમ પ્રભાવશાળી હોય છે. તરબૂચના ટુકળામાં તેની છાલની બરાબર નીચે જે લીલા રંગનો ભાગ હોય છે તેમાં સિટ્રૂલાઈન ભરપૂર માત્રામાં હોય છે. સિટ્રૂલાઈન શરીરમાં અર્ગિનિન અને નાઈટ્રિક એસિડ બનાવવામાં મદદ કરે છે. નાઈટ્રિક એસિડ એક એંજાઈમ છે, જે પુરૂષોમાં સેક્સ ડ્રાઈવને ઝડપથી વધારે છે અને ઈરેક્શનને મજબૂત બનાવવામાં પણ કારગર સાબિત થાય છે.

 કેળા-

 કેળા બહુ પાવરફુલ નેચરલ વાયગ્રાની જેમ કામ કરે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી હોય છે જે લાંબા સમય સુધી શરીરમાં એનર્જીને જાળવી રાખી છે. સાથે તે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના પ્રોડક્શનને પણ વધારે છે. કેળામાં બ્રોમોલિન