રેસીપી - પાઇનેપલ-કુકુમ્બર પકોડા

04 Nov, 2014

સામગ્રી

ખીરા કાકડી - ૧ નંગ

પાઇનેપલ - ૧ નંગ
તેલ - તળવા માટે

ચણાનો લોટ - ૨ ટેબલસ્પૂન

મીઠું - સ્વાદ મુજબ

મરી પાઉડર - ૧ ટીસ્પૂન

લાલ મરચું - ૧ ટીસ્પૂન

લીલી ચટણી - ર્ગાનિશિંગ માટે

ખીરા માટેઃ
ચણાનો લોટ - ૧ કપ

ચિલી ફ્લેક્સ - ૧ ટીસ્પૂન

હળદર - જરૂર મુજબ
અજમો - ૧ ટીસ્પૂન

મીઠું - સ્વાદ મુજબ

રીત

બાઉલમાં ચણાનો લોટ, ચલી ફ્લેક્સ, હળદર, અજમો, મીઠું અને પાણી મિક્સ કરી થિક ખીરું બનાવો.

ખીરા કાકડી તથા પાઇનેપલને સ્લાઇસમાં સમારી લો.

બાઉલમાં ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ, મરીનો પાઉડર, લાલ મરચું અને ૧ ટીસ્પૂન પાણી મિક્સ કરી સ્પાઇસી મિશ્રણ તૈયાર કરો.

પાઇનેપલની સ્લાઇસને પહેલાં આ મિશ્રણમાં રગદોળી પછી ખીરામાં ડીપ કરો.

કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પાઇનેપલ સ્લાઇસને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

આ જ રીતે ખીરા કાકડીની સ્લાઇસને પણ મિશ્રણ અને ખીરામાં ડીપ કરી ફ્રાય કરો.

લીલી ચટણી સાથે ગરમા-ગરમ પાઇનેપલ-કુકુમ્બર પકોડા સર્વ કરો.