સવારે ર૦ મિનિટ વધુ સુવાથી આ ફાયદાઓ થશે

01 Feb, 2018

 આજકાલની રોજીંદી લાઇફમાં લોકો એટલા બધા વ્યસત થઇ ગયા છે કે તેમની પાસે પુરતી ઉંઘ કરવાનો સમય પણ નથી. કેટલાક લોકો વચ્ચે વચ્ચે થોડુક જોકું લઇને પોતાની ઉંઘ પુરી કરતા હોય છે. તો કેટલાક લોકો અઠવાડિયામાં એક દિવસની રજામાં આખો દિવસ ઉંઘીને પોતાની નીંદ પુરી કરે છે. દરેક ઉંમરના વ્યકિતઓને ઓછામાં ઓછી ૮ થી ૯ કલાકની ઉંઘ જરૂરી છે. ઉંઘ પુરી ના થવાથી તમે ડિપ્રેશન, અલ્ઝાઇમર, ડાયાબીટીસ, અનિદ્રા જેવી બીમારીઓ થઇ શકે છે. સંશોધનકર્તાઓ અનુસાર, તમે દરરોજ ૮ કલાક સિવાય ૨૦ મિનિટ એકસ્ટ્રા ઉંઘ લેતા હોય તો તમે વધારે સ્વસ્થ અને ફ્રેશ ફિલ કરી શકો છો.

૨૦ મિનિટ વધુ સુવાથી તમે ફ્રેશ તો ફિલ કરો છો પણ સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.  સંશોધનકર્તા અનુસાર સવારે બે કલાક કરતા વધારે ઉંઘ લેવાથી યાદશકિત વધે છે. તે સિવાય ૨૦ મિનિટ વધારે ઉંઘતા લોકો પાતળા હોય છે. વઘારે ઉંઘવાથી તમારું શરીર કેલરી બર્ન કરે છે, જેનાથી તમારું વજન વધે છે.
તે સિવાય વધારે ઉંઘવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી થઈ જાય છે, જેનાથી તમારા શરીરની કોશિકાઓ વધારે ઝડપથી કામ કરે છે. તે સિવાય વધારે ઉંઘવાના કારણે તમે દિવસમાં ઓછામાં ઓછો 385 કેલેરી વાળો ખોરાક ખઈ શકો છો. તે શરીરને સુગર, સિરપ અને ફ્રુટ જેવી વસ્તુને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે.
તેમજ દરરોજ 20 મિનિટ વધારે ઉંઘવાથી બાળકોની સાથે મોટી ઉંમરના લોકોને પણ બહુ ફાયદો થાય છે. જો તમે પણ તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો સવારે 20 મિનિટની એકસ્ટ્રા ઉંઘ જરૂરથી લેવી જોઈએ.