15 જ મિનિટમાં થઈ જાઓ ઐશ્વર્યા રાય જેવા ખૂબસુરત, અપનાવીને આ મેક-અપ ટિપ્સ

29 Dec, 2014

જો આપ ઓછા સમયમાં પોતાના રૂપને નિખારવા માગતા હો તો એવી કેટલીક ટિપ્સ છે જે માાત્ર 15 મિનિટમાં જ આપના રૂપને નિખારી દેશે. આમ પણ જ્યાંવાત મેકઅપની હોય તો કોઈપણ સ્ત્રી એમાં સમજૂતી કરવા ઇચ્છતી હોતી નથી, પણ સમયની કમીને કારણે કેટલીકવાર મેકઅપ ખરાબ થઈ જાય છે. ક્યારેક લિપસ્ટિક બરાબર નથી લાગતી તો ક્યારેક આઈ-લાઈનર મોટું કે પાતળું લાગી જાય છે.

જોકે થોડીક સમજદારીથી કામ લો તો ઓછા સમયમાં પણ આપ સુંદર મેકઅપ કરી શકો છો. જાણી લો ટિપ્સ...

 • મેકઅપ કરતાં પૂર્વે ત્વચાની ક્લીંઝિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઇઝિંગ કરો.
 • પછી લિક્વિડ ફાઉન્ડેશન આખા ચહેરા અને ગરદન પર સમાન રીતે ફેલાવો અને સ્પંજની મદદથી એકસાર કરો.
 • જો ચહેરા પર ડાઘ-ધબ્બાં હોય તો કંસીલર લગાવો અને સ્પંજથી એકસાર કરો.
 • એના પછી કોમ્પેક્ટ લગાવો.
 • ચીકબોન્સ, જો લાઈન અને નાકને ઉભાર આપવા માટે ફૂલકી બ્રશ દ્વારા કોપર ટોનનું બ્લશ લગાવો.
 • જો આપને કોઈ રંગ પસંદ હોય તો તે રંગના બ્લશને તમારા ગાલ પર લગાવો.
 • કાજલ પેન્સિલથી માત્ર તમારી અડધી આઈલિડ પર કાજલ લગાવો અને તેને બ્લેન્ડ કરવા માટે પાંપણોની કિનારીઓ સુધી ફેલાવી દો.
 • હવે પાંપણો પર એક ન્યૂટ્રલ રંગ લગાવો અને બાહ્ય કિનારી તરફ ડાર્ક રંગ લગાવો. ફૂલકી બ્લેન્ડર બ્રશ દ્વારા એને બ્લેન્ડ કરો.
 • આઈબ્રોના આર્ક પર હાઈલાઈટ લગાવો.
 • લિક્વિડ લાઈનરની જગ્યાએ કાજલ લગાવો.
 • આ લૂકની સાથે આપણે ઘણા સમયની બચત કરી લઈએ છીએ, કેમ કે એમાં આઈ લાઈનર લગાવવાની જરૂર હોતી નથી.
 • આઈ લેશીઝ પર ઉપરથી નીચેની તરફ જતાં, મસ્કરાના બે કોટ લગાવો.
 • હોઠ પર ન્યૂટ્રલ લિપ લાઈનર લગાવો અને એની પછી આપની પસંદની લિપસ્ટિક લગાવો.
 • જો તમે મેકઅપ લાંબા સમય સુધી રાખવા ઇચ્છતાં હોવ તો ફેસ પ્રાઈમરનો ઉપયોગ કરો અને સમય બચાવવા માટે હંમેશાં પ્રથમથી જ બે આઈશેડો અને એક હાઈલાઈટરની પસંદગી કરીને રાખો.