ચહેરાની આ 5 કસરત બનાવશે તમને બ્યૂટીક્વિન

28 Jan, 2016

ચહેરો ચમકાવવા માત્ર મેકઅપની જ જરૂર નથી હોતી પરંતુ જો તમે રોજ અહીં બતાવેલી એકદમ સરળ કસરતો કરશો તો તમને મોટી મોટી ટ્રિટમેન્ટ કરાવવાની જરૂર જ નહીં પડે.

૧. ચિંતાની રેખાઓ   (Frown Lines)
તમારા હાથોની પ્રથમ અને મધ્ય આંગળીઓ ભમ્મરોની શરૂઆતના ભાગ પર મૂકો. હવે તમારી ભમ્મરોને છૂટી પાડીને માથા તરફ ઉપર ખેંચો. તમારી ભમ્મરોના સ્નાયુઓને અંદરની તરફ અને બહારની તરફ વારાફરતી ખેંચો. આ પ્રમાણે દસ વાર કરો.

૨. આંખોના છેડા પરની રેખાઓ (Crow's Feet)
તમારા હાથની પ્રથમ અને મધ્ય આંગળીને આંખોના બહારના ખૂણા પર મૂકો. હવે આંખોને મીંચો અને ખોલો. આ પ્રમાણે વીસ વાર કરો.૩. નાક અને હોઠની આસપાસની રેખાઓ
હોઠને ચુસ્ત-બંધ (પાઉટ) રાખીને હસવા પ્રયત્ન કરો. આ પ્રમાણે પાંચ ગણવા સુધી રહો. આ રીતે દસ વાર કરો.

૪. ઢીલી ત્વચા માટેની કસરત
પ્રથમ આંગળી સિવાયની બાકીની ત્રણેય આંગળીઓને વાળો. અંગૂઠાને આ વાળેલી આંગળીઓ પર રાખો. પ્રથમ આંગળીને ચીકબોનની નીચે મૂકીને ઉપરની તરફ દબાણ આપીને ગાલને ઉપરની તરફ ખેંચો. તમારા હોઠને 'ઓ' આકારમાં રાખીને ત્રીસ ગણવા સુધી આ સ્થિતિમાં રહો. બે વાર પુનરાવર્તન કરો.૫. ડબલ ચીન
હોઠને 'પાઉટ'ની સ્થિતિમાં રાખો. હવે ચહેરાને ઉપરની તરફ ખેંચો. ઉપર જુઓ. દસ ગણવા સુધી આ સ્થિતિમાં રહો. આમ દસ વાર કરો.