20 મિનીટમાં મળશે ચમકતી ગ્લોઈંગ સ્કિન, આ લો ઉપાય

17 Nov, 2014

આજની ભાગતી દોડતી લાઈફમાં પોતાના તણાવ અને ઓફિસમાં કામ દબાવ હોવાથી સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. એવામાં ઈન્સટન્ટ ગ્લો જ છે જેનાંથી તમે ઓછા સમયમાં સુંદર દેખાઈ શકો છો. આ માટે અમે અહીં કેટલીક ખાસ ટિપ્સ જણાવીયે છીએ જેની મદદથી તમે ઘરે બેઠા ટૂંક સમયમાં સુદંર ચમકતી ત્વચા મેળવી શકો છો. તો કરી લો એક નજર...

ઈન્સ્ટન્ટ ગ્લોઈંગ સ્કિન માટે-
સૌ પહેલાં ચહેરા પર બરફ ઘસી લો, બાદમાં ચહેરા પર કાકડીનો રસ, હળદર, મધ મિક્સ કરી ચહેરા ગળા અને ગરદન પર લાગવો 20 મિનીટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

બે ચમચી મસૂર દાળના  લોટમાં ઘી અને દૂધ નાખી મિશ્રણ તૈયાર કરી લો. પછી આને ચેહરા ,ગરદન અને હાથો પર લગાવો.સૂક્યા પછી ધોઈ
લો .આથી તમારી ત્વચા ગ્લો કરવા લાગશે.

ચંદન  તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે. ચંદન પાઉડરમાં હળદર અને કાચુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. થોડા દિવસોમાં જ આથી તમારા ચેહરા પર  ગ્લો આવશે.
 
કરચલીઓ-
ચેહરાની કરચલીઓ  મટાડવા માટે એરંડાનું તેલ દરરોજ ચેહરા પર લગાવો. આથી કરચલીઓ પર અસર પડશે અને સ્કીન પણ સાફ્ટ થઈ જશે.
 
ડાઘ-નિશાન-
 નિખરી ત્વચા મેળવવા માટે કાચા બટાટાને ચેહરા પર 5-10 મિનિટ સુધી ઘસવું. થોડા જ અઠવાડિયામાં તમારા ચેહરાના ડાઘ અને નિશાન દૂર થઈ  જશે.
 
ઘરે કરો બોડી પોલિશિંગ
બોડીપાલિશિંગથી શરીરને જરૂરી  પોષક તત્વ મળી જાય છે. સ્કીન જવાન અને ગ્લોઈંગ લાગે છે.  બોડીપાલિશિંગ માટે બેકિંગ સોડા અને એલોવિરાના પ્રયોગ પણ કરી શકાય છે. બેકિંગ સોડા એક્ને(ખીલ) દૂર કરવામાં મદદગાર  છે અને આ શરીરનો  પ્રાકૃતિક ભેજ પણ જાળવી રાખે છે.
 
બોડીપાલિશિંગમાં સૌથી પહેલા શરીરની સામાન્ય સફાઈ કરવામાં આવે  છે. તે આખા  શરીર પર સ્ક્ર્બ કરાય છે.આ સ્ક્ર્બ ફેસ પર યૂઝ કરાતા સ્ક્ર્બ કરતા  નરમ હોય છે અને  હળવા હાથે શરીર  પર લગાવવામાં આવે  છે. આથી શરીરની ડેડ સ્કીન નીકળી જાય છે અને સ્કીન સાફ થઈ જાય છે.

ડાર્ક સર્કલ-
ડાર્ક સર્કલ હટાવા માટે પૂરતી ઉંઘ લો. આ સિવાય કાકડીને આંખો પર રાખી . સૂતા માટે પહેલા આંખો નીચે ડાર્ક સર્કલ પર બદામનુ તેલ લગાવો.

સન બર્નથી બચવા-
તાપ તમારી સ્કીનને ખૂબ જ નુકશાન પહુંચાડે છે. તાપથી બચવા માટે બહાર જતાં સમયે હમેશા સનસ્ક્રીન લોશન લગાવી જવ. તમે ઘરે પણ સનસ્કીન બનાવી લગાવી  શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરી ફ્રીજમાં મુકી દો.  બહાર જવાના 20 મિનિટ પહેલાં આ મિશ્રણને ચેહરા પર અને હાથ-પગ પર લગાવો. આ તાપથી બચાવ સાથે બળેલી સ્કીનને પણ સારી કરે છે.
 
ખાસ ટિપ્સ
-સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી  જરૂરી છે.
-ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો  તમારો ચેહરો  ચમકી જશે એટલે ગ્લો કરશે .
-સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ  લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.