કિચનની આ વસ્તુઓ નિખારશે સૌંદર્ય

16 Jan, 2016

 1. Coconut: South Indians નારિયેળનો ઉપયોગ માત્ર એક જ વસ્તુના ઉપયોગ તરીકે સીમિત નથી રાખતા. તેઓના ડાયટમાં મહત્વનું ingredientથી લઇને બ્યુટી માટે પણ નારિયેળ ઉત્તમ સોર્સ સાબિત થાય છે. વાળ માટે તો નારિયેળ ફાયદાકારક છે જ, આ વાત આપણે સૌ જાણીએ છીએ. આ સિવાય નારિયેળનું દૂધ પણ એટલું જ અસરકારક છે. અહીંની સ્ત્રીઓ વાળને કન્ડિશનર કરવા માટે નારિયેળના દૂધનો ઉપયોગ કરે છે. નારિયેળના દૂધને 15 મિનિટ સુધી તમારાં વાળમાં લગાવીને રાખો અને ત્યારબાદ વાળ ધોઇ લો, આનાથી તમારાં વાળ સ્મૂધ અને સોફ્ટ થઇ જશે. આ ઉપરાંત તમે નારિયેળના અંદરના પલ્પને સ્કિન ઉપર પણ લગાવી શકો છો. જે તમારી સ્કિનને ક્લિયર કરે છે અને ડેડ સેલ્સ હટાવીને સ્કિનને પ્રોટિન પુરૂં પાડે છે જેનાથી સ્કિનને નેચરલ ગ્લો મળે છે.

 
2. Sesame Oil: વધુ એક સૌંદર્ય સિક્રેટ છે સિસમ ઓઇલ. શું તમને બ્યુટીફૂલ ડાર્ક આઇઝ પસંદ છે? તમે તેની પાછળનું રહસ્ય જાણીને ચોક્કસથી આશ્ચર્યમાં મુકાઇ જશો. સાઉથ ઇન્ડિયાની સ્ત્રીઓ ઘણીવાર તેમના પગના તળિયે cold-pressed સિસમ ઓઇલ લગાવે છે, જેના પરિણામે તેઓની આંખો આટલી ડાર્ક હોય છે. સિસમ ઓઇલને પગના તળિયે લગાવવાથી આંખોની રાહત મળે છે અને તણાવ અને અનિંદ્રા પણ દૂર થાય છે. આ સિવાય સ્કિન ટ્રિટમેન્ટ્સ માટે પણ સિસમ ઓઇલ ખુબ જ અસરદાર છે. એક કપ સિસમ ઓઇલ લઇને તેને ઉકાળો અને તેમાં સ્હેજ તુલસીના પાન, છીણેલું આદુ અને હળદર પાઉડર નાખો. આ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કર્યા બાદ ઠંડું પડવા દો અને ત્યારબાદ તેને તમારી સ્કિન પર લગાવો. એકસાથે આ તમામ ingredients (તત્વો) સ્કિનના મૃત કોષોને દૂર કરીને એક્સટ્રા ગ્લો આપશે.
 
3. Curry Leaves: ભોજનમાં એક્સ્ટ્રા સ્વાદ માટે ઉમેરવામાં આવતા મીઠાં લીમડાંના પાનના પણ અનેક બ્યુટી ફાયદાઓ છે. તેનાથી તમારાં વાળ અને સ્કિન બંનેને અસરદાર અને લાંબા ગાળાની ટ્રિટમેન્ટ મળે છે. તેના પાવડરને ફેસ પેક તરીકે તમે ઉપયોગમાં લઇ શકો છો. મીઠાં લીમડાંના અન્ય ઘણાં બ્યુટી ફાયદાઓ છે જે સાઉથ ઇન્ડિયન સ્ત્રીઓ ભાગ્યે જ કોઇની સાથે વહેંચવાનું પસંદ કરે છે. 
 
4. Reetha: હા, આ ઘટકનું નામ તમે કોસ્મેટિક બ્રાન્ડ્સ પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે. અરીઠાની મદદથી તમે ‘organic shampoo’ ઘરે જ બનાવી શકો છો. સાઉથ ઇન્ડિયન સ્ત્રીઓના લાંબા અને સ્વસ્થ વાળનું એકમાત્ર રહસ્ય છે અરીઠા. એક નેચરલ હેર કન્ડિશનર, અરીઠાથી વાળ ડિપ ક્લિન્ઝર થાય છે. તેનાથી તમારાં વાળમાં કોસ્મેટિક્સના ઉપયોગને પણ દૂર કરી શકાય છે. અરીઠાંને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે આ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળો. પાણી ઠંડું થયા બાદ તેને તમારાં વાળ અને સ્કાલ્પમાં લગાવો. 20 મિનિટ બાદ વાળ ધોઇ લો. પહેલાં જ વૉશમાં તમને વાળમાં ચમક અને સ્વસ્થતા જોવા મળશે.