૧૦૦૦ કરોડની કમાઇ પછી રાજામૌલી લઇને આવી રહયા છે બાહુબલી ૩, શરૂ થઇ ગઇ પ્લાનિંગ

17 Feb, 2018

 એમએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી ર હજુ પણ દર્શકોના મગજમાં છે. ગ્રાફિકસ, ગીત, ડાયલોગ અને ડાયરેકશનના મામલામાં હજુ સુધી બાહુબલી ર જેવી ફિલ્મ નથી બની શકી. હવે રાજામૌલી દર્શકો માટે બાહુબલી ૩ની તૈયારી કરી રહયા છે.

જી હા, રાજામૌલી એક બહુ મોટું સરપ્રાઇઝ લઇને આવે છે. બાહુબલીની એનિમેટેડ સિરીઝ બાહુબલી : દ લોસ્ટ લીજેન્ડસના બીજા ભાગને અમેઝન પ્રાઇમ વીડિયો પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા સીઝનમાં બાહુબલીના બધા પાત્રો પાછળની વાર્તા બતાવામાં આવશે.
આ સીરીઝમાં કટપ્પા, બાહુબલી, ભલ્લાદેવની સાથે બધા પાત્રોને વિસ્તારથી બતાવવામાં આવશે. આ સાથે જ કંઇક નવા પાત્ર અને લડાઇને પણ સીઝન રમાં શામેલ કરવામાં આવ્યું છે. દર્શકો માટે આ વાર્તા એકદમ ફ્રેશ હશે.
આ સીરીઝની નવી સીઝનને લઇને રાજામૌલીએ કહયુ કે જયારે અહે બાહુબલી અને ભલ્લાદેવને જોઇએ તો તેના જીવનની થોડીક ઝલક દેખાય છે. મોટી ફિલ્મમાં તેના વિશે વધુ જાણવા મળશે.