BOKWA: A TO Z OF GARBA!

05 Oct, 2015

J, 3, B, P, O ઘણું મુશ્કેલ છે જ્યારે 1 સહેલું છે. શું અહીં કિડ્ઝ નર્સરીની વાત થઈ રહી છે? બિલકુલ નહીં, આ તો છે નવી ટાઇપના બોકવા ગરબા. જેમાં ગરબાનું ગ્રાઉન્ડ જાણે કર્સ્યૂ બૂકમાં ફેરવાઈ જાય છે. જે લોકોને ગરબા રમતા ન ફાવતું હોય તેમના માટે પણ આ બેસ્ટ છે. ચાલો એના વિશે જાણીએ.

તમને ગરબા રમવાની ખૂબ જ ઇચ્છા હોય, પરંતુ ડાન્સના મામલે તમે ધર્મેન્દ્ર કે તેના દીકરા સની જેવા હોય તો પણ વાંધો નહીં. તમારા માટે પણ આ વખતે ગરબામાં ખાસ છે. તમારે ફક્ત ગ્રાઉન્ડ પર જઈને આલ્ફાબેટ્સ અને આંકડા જ પાડવાના છે. કન્ફ્યૂઝ્ડ થયા? ચાલો, મૂળ વાત જ કહી દઇએ. વાસ્તવમાં આ છે નવી ટાઇપના બોકવા ગરબા. જેમાં આલ્ફાબેટ્સ અને આંકડાઓને પગ વડે જમીન પર ચીતરતા હોય એ રીતે મૂવમેન્ટ્સ કરવાની હોય છે. આ એક્સરસાઇઝ કમ ગરબા વિશે વધુ માહિતી મેળવવી જ રહી.

દરેક જણ કરી શકે

છેલ્લાં થોડાં વર્ષોમાં ગ્રૂપ-એક્સરસાઇઝના કન્સેપ્ટે જોર પકડ્યું છે. જેમાં ઝુમ્બા, પિલાટેઝ, બૂટ કૅમ્પ જેવાં ઢગલાબંધ ઇનોવેશન ગ્રૂપ-એક્સરસાઇઝમાં આવી ગયાં છે. આ સાથે બોકવા પણ ધીમે ધીમે લોકોમાં પોપ્યૂલર બની રહ્યું છે. ઝુમ્બામાં જે રીતે નોન ડાન્સર્સને થોડી તકલીફ રહેતી હતી એનાથી ઉલ્ટું આ એવા પ્રકારની એક્સરસાઇઝ છે કે તમે ડાન્સર હોય કે નોન-ડાન્સર, યુવાન હોય કે વૃદ્ધ એમ દરેક વ્યક્તિ ખૂબ આસાનીથી કરી શકે છે. આ એક્સરસાઇઝને હવે ગરબામાં ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી છે. બોકવાના કારણે આ વખતે અનેક નોન ડાન્સર્સ નવરાત્રીમાં ભાગ લઈ શકશે. તો સામે એવા પણ કેટલાક છે જે પહેલી વાર નવરાત્રીમાં ઝૂમશે!

બોકવા શું છે?

બોકવાની ઑફિશિયલ ટ્રેનિંગ મેળવનારા નિતિન જણાવે છે કે, 'બોકવા એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પગથી આલ્ફાબેટ્સ દોરવાનું વર્કઆઉટ. બોકવામાં જુદા-જુદા આલ્ફાબેટ્સ અને આંકડાઓને પગ વડે જમીન પર ચીતરતા હોય એ રીતે પગની મૂવમેન્ટ્સ કરવાની હોય છે. તમારે કેટલું ઇન્ટેન્સ વર્કઆઉટ કરવું છે એના પર આલ્ફાબેટ્સની પસંદગી કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્ટર સાઇન લૅન્ગ્વેજ દ્વારા પાર્ટિસિપન્ટ્સને આગળની મૂવમેન્ટ શીખવે છે. જેમ કે બોકવા 1માં બે સિમ્પલ સ્ટેપ્સ હોય છે : અપ ઍન્ડ ડાઉન સાથે એક કિક મારવાની. બોકવા Lમાં બોકવા 1ના સ્ટેપમાં એક નવું સ્ટેપ ઉમેરવાનું. આમ જોવા જાઓ તો આ ખરેખર વર્કઆઉટ નથી, પરંતુ બધાની સાથે મળીને એનર્જેટિક વેમાં મેળવેલો એક ઇમોશનલ અનુભવ છે. બોકવા J, 3, B, P, O વગેરે હાર્ડ એક્સરસાઇઝ ફૉર્મ છે. ઇન્ટેન્સ વર્કઆઉટ કરવા માગતા લોકો આ આલ્ફાબેટ્સ યૂઝ કરે છે. એક કલાક આ વર્કઆઉટ કરવાથી 1200 જેટલી કેલેરી બર્ન થઈ શકે છે અને બોકવા શીખવું બહુ અઘરું નથી. બેઝિક ચાર-પાંચ સ્ટેપ્સ ઇન્સ્ટ્રક્ટર પાસેથી શીખી લીધાં પછી વ્યક્તિ પોતાની મેળે જ એને આગળ વધારી શકે છે. જોકે, એક વાત છે કે આ એક્સરસાઇઝ ગ્રૂપમાં જ કરવાની વધુ મજા આવે છે.'

હું માલ્દોવાથી અહીં આવી ત્યારે મને શહેરના લોકો વિશે ખૂબ જ ઓછી ખબર હતી. ઝૂમ્બા અને પછી બોક્વાને કારણે મારા ઘણા ફ્રેન્ડ્સ બન્યા છે. બોક્વાના કારણે જ મને મારી પહેલી નવરાત્રીમાં ડાન્સ કરવાનો કોન્ફિડન્સ આવ્યો છે. હું આ વખતે નવરાત્રીના નવેનવ દિવસ મારા ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરવા જઇશ. અમે બોક્વા અને ગરબા મિક્સ કર્યા છે. આ માટે હું છેલ્લા દોઢ મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છું. ઓલિસિયા, પ્રોફેશનલ

આ વર્ષે અમે બોક્વા ડાન્સ લઈને અલગ અલગ ક્લબ્સમાં જઇશું અને ત્યાં નોન ડાન્સર્સને પણ આ રીતે ગરબા કરવા પ્રેરણા આપીશું. અમે લોકો એવું માનીએ છીએ કે કોશ્ચ્યૂમમાં વધારે ભપકો કરવાથી મોટો ફેર નથી પડતો, પણ એક લયમાં ડાન્સ કરવાથી ચોક્કસ વધારે મજા આવે છે. બોક્વાને અમે ગરબાના ગીતોમાં કોરિયોગ્રાફ કર્યું છે. એક રીતે આ ગરબા અને બોક્વાનું સુંદર મિશ્રણ બનશે. નિતિન, બોક્વા ટ્રેનર

બોક્વાની શરૂઆત ક્યાંથી થઈ?

બોક્વા બે શબ્દો ભેગા કરીને બનાવાયેલો શબ્દ છે. બો એટલે સાઉથ આફ્રિકાનું બૉક્સિંગ ફોર્મ અને કવા એટલે જેની બીટ પર પગ થીરક્યા વગર ન રહે એવો ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન ડાન્સ. અમેરિકાના ફિટનેસ-ટ્રેનર અને મૂળ સાઉથ આફ્રિકાના પોલ માવીએ લગભગ આઠ વર્ષના પ્રયત્નો પછી આ એક્સરસાઇઝ ફોર્મને ડેવલપ કર્યું છે. 2012ના શરૂઆતી ગાળામાં જૉન વરહિમ નામના ફિટનેસ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ સાથે હાથ મિલાવ્યા બાદ બોકવાને વૈશ્વિક સ્તરે ઓળખ મળી.