અર્પિતાના હલ્દી-સંગીતના કાર્યક્રમમાં નજીક આવ્યાં દબંગ અને કિંગ ખાન

16 Nov, 2014

શાહરૂખ અને સલમાન ખાન વચ્ચેનું અંતર વિશે હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. સલમાન ખાનની બહેન અર્પિતાના હલ્દી-સંગીત કાર્યક્રમમાં બોલિવૂડના આ બે દિગ્ગજ ફરી એક વાર સાથે જોવા મળ્યાં છે. શાહરૂખ અર્પિતાના હલ્દી-સંગીતાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

શાહરૂખે અર્પિતાના લગ્ન પહેલા જ કહ્યું હતું કે તેણે અર્પિતાને ખોળામાં લઈને રમાડેલી છે અને તેથી હું તેના લગ્નમાં જરૂરથી ભાગ લઈશ. પીઠી અને સંગતીના કાર્યક્રમમાં શાહરૂખે સલમાન ખાનને ગળે લગાવ્યો હતો. હલ્દી અને સંગતીમાં બોલિવૂડના ઘણાં અગ્રણી દિગગ્જો હાજર રહ્યાં હતાં. અભિનેત્રી અમૃતા અરોરા પણ આ પ્રસંગે ત્યાં હાજર રહી હતી.

અર્પિતાના 18 નવેમ્બરના રોજ લગ્ન છે. સલમાને લગ્ન માટે લકઝરી હેરિટેજ હોટલ તાજ ફલકનુમાને બે દિવસ માટે બુક કરાવી લીધી છે. લગ્ન માટે આ હોટલને વિશેષ રીતે સજાવવામાં આવી છે. લગ્નમાં બોલિવૂડ અને ટોલિવૂડની અગ્રણી સેલેબ્સ હાજર રહેશે. 18-19 નવેમ્બર માટે સમગ્ર હોટલ બુક કરાવવામાં આવી છે જેથી અન્ય બહારના લોકો તેમાં હાજર ના રહે. ખાન પરિવારની ઈચ્છા છે કે ખાણી-પીણીમાં અમુક હૈદરાબાદી પકવાન હોય અને તેની જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે.