વર્કિંગ વુમન છો? તો ફિટ રહેવા માટે અપનાવો ટિપ્સ

01 Mar, 2018

 પોતાનો વ્યવસાય અને ઘરની જવાબદારીઓને એક સાથે સંભાળવાને લીધે અનેક મહિલાઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને એનું મુખ્ય કારણ છે એક્સરસાઇઝ કે શારીરિક મહેનત કરવા માટે સમયનો અભાવ. આ પ્રકારની ફરિયાદો કરવાથી સમસ્યાનો ઉકેલ નથી મળતો, પરંતુ ફિટનેસ અને પ્રોપર ખોરાક દ્વારા આપણાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે કરવામાં આવેલા સંતુલનથી આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળી રહેશે, જે બહુ જ મુશ્કેલ અને મહત્ત્વપૂર્ણ કાર્ય છે. આજે આપણે ર્વિંકગ વુમન માટે અસરકારક ફિટનેસ ટિપ્સ વિશે જાણીશું...

બી એક્ટિવ
બને તેટલું પોતાના હાથને એક લયમાં હલાવી ચાલતાં-ચાલતાં વાતો કરો. જો શક્ય હોય તો મિટિંગ દરમિયાન ઊભા રહો. જો તમારી પાસે ટાઇપિંગનું કામ વધુ ન હોય તો ઊભા રહીને કામ કરો.

પૌષ્ટિક ખોરાક લો
જો તમને આખો દિવસ કંઈક ને કંઈક ખાવાની આદત હોય તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડયા વિના, પૌષ્ટિક ખોરાક તમારી ખાવાની ઇચ્છાને પૂર્ણ કરવામાં તમારી મદદ કરશે. શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે ઘરમાં પૌષ્ટિક ખોરાક વધુ લાવવો.

ઇફેક્ટિવ એક્સરસાઇઝ મેથડ
તમારી સગવડ મુજબ એક એક્સરસાઇઝ મેથડ પસંદ કરો. શક્ય હોય તો વેઇટ ટ્રેનિંગની પસંદગી કરો અને અઠવાડિયામાં બે વખત ૨૦ મિનિટ આ એક્સરસાઇઝ કરો. અથવા તો પછી વોક કે રનિંગ જેવી એક્સરસાઇઝ પસંદ કરો, જે તમારા આખા શરીરને સ્વસ્થ રાખવા તમારી મદદ કરે છે.
ભરપેટ નાસ્તો કરો

ર્વિંકગ વુમને કસરતની સાથે-સાથે પોતાનાં ખાનપાન ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. તમારા નાસ્તામાં ફ્રેશ ફ્રૂટ્સ શામેલ કરો, કારણ કે ગ્લુકોઝથી ભરેલાં ફ્રેશ ફ્રૂટ તમારી સ્વીટ ખાવાની ઇચ્છાને પણ નિયંત્રણમાં રાખે છે.

ટ્રેડમિલ પર ચાલો
સ્વસ્થ રહેવા માટે પોતાના બંને હાથ પર ૩થી ૫ પાઉન્ડનું એક એક ડંબલ પકડી ૧૦ મિનિટ સુધી ટ્રેડમિલ ઉપર સ્પીડમાં ચાલો. આ એક્સરસાઇઝને શરૂ કરતા પહેલાં પોતાની ગતિ નક્કી કરી લો.

વધુ પાણી પીવો
પોતાના શરીરની કાર્યક્ષમતાને જાળવી રાખવા માટે પાણી બહુ જ જરૂરી છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે થોડા થોડા સમયના અંતરે પાણી પીતાં રહો.
ચાર્ટ બનાવો

પોતાની પ્રેરણા અને ધ્યાનને જાળવી રાખવા માટે પોતાની રીતે જ પોતાનું એક ફિટનેસ કાર્ડ તૈયાર કરો. તેમાં તમે જે જાત-જાતની કસરતો કરવાની કોશિશ કરવાના છો તેના વિશે લખો તથા તમારી પ્રગતિના હિસાબે ગ્રેડ આપો.
અતિથી બચો

મહિલાઓએ કોઈ પણ એક્સરસાઇઝ એક કલાકથી વધુ સમય માટે ન કરવી જોઈએ. કારણ કે વધુ એક્સરસાઇઝ કે જિમમાં વિતાવેલો અધિકતમ સમય તમને સંપૂર્ણપણે થકવી દે છે.

મિત્ર સાથે એક્સરસાઇઝ કરો
જો તમે એકલા-એકલા એક્સરસાઇઝ કરીને કંટાળી ગયા હોવ તો તમે તમારા કોઈ મિત્ર કે પેટને જિમમાં લઈ જઈ શકો છો. એક ઓળખીતી વ્યક્તિ સાથે કરેલી એક્સરસાઇઝ લક્ષ્ય મેળવવા માટે તમને મદદ કરશે અને તમારી પ્રેરણા પણ બની રહેશે.
વોર્મઅપ જરૂરી છે

તમારી રૂટિન એક્સરસાઇઝને શરૂ કરતા પહેલાં પોતાનું વોર્મઅપ જરૂરી છે. આ વોર્મઅપ કર્યા બાદ એક્સરસાઇઝ શરૂ કરતા પહેલાં તમારી ગતિ ધીમી રાખો અને તેને ધીમે-ધીમે વધારતા જાવ.

વજન ઘટાડવા પર ધ્યાન ન રાખો
જો તમારું ધ્યાન વજન ઓછું કરવા ઉપર જ કેન્દ્રિત હશે, તો તમારું વજન ઓછું થવાની જગ્યાએ હજી વધશે. તમારું લક્ષ્ય એક સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી ઉપર હોવું જોઈએ. જે માત્ર પ્રોપર ખાન-પાન અને એક્સરસાઇઝ દ્વારા જ શક્ય છે.

પ્રોપર મુદ્રામાં બેસો

જો તમે કમ્પ્યુટર પર બેઠા હોવ અને તમારા મોનિટરની સ્ક્રીન તમારી આંખોના લેવલ કરતાં સહેજ ઊંચી છે તો તે તમારા માટે આરામદાયક રહેશે. એ તમને માથું નીચું કર્યા વિના જ સીધા જોવામાં મદદ કરશે.