વધતી ચરબીને ઓગાળવી છે તો રોજ કરો માત્ર 5 મિનિટ આટલું જ,જુઓ Video

29 Jan, 2016

આજકાલ જે સમસ્યા મોટાભાગે ઘણાંને સતાવતી હોય છે તે છે મેદસ્વિતા એટલે કે શરીર પર જામતા ચરબીના થર. વધારાની ચરબીના લીધે વ્યક્તિને અનેક બીમારીનો સામનો કરવો પડે છે અને તેમની પર્સનાલિટી પણ સારી નથી લાગતી. આ સમસ્યા માંથી ઉગારશે તમને 'સુર્ય મુદ્રા'. સુર્ય મુદ્રાના અભ્યાશથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થુળતા ધટવા લાગે છે.

વિધિ
પદ્માશન માં બેસો અથવા સિધ્ધાશન એટલે પલાઠી વાળીને બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સુર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું  વહન થવા લાગે છે.

સમય
સુર્ય મુદ્રાનો પ્રયોગ પરોઢીયે ઉનાળામાં 8 મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં 24 મિનિટ સુધી કરવામાં વાંધો નથી.  દુબળા શરીર વાળાએ આ પ્રયોગ કરવો નહી.

લાભ

    શરીરનું વજન અને જાડાપણુ ઘટે છે
    શક્તિનો વિકાસ થાય છે
    શરીરનું સંતુલન જળવાય છે
    તણાવ ઘટે છે
    શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે

Loading...

Loading...