ગરમ દૂધ છે સ્વાસ્થ્યનો ખજાનો, રોજ પીશો તો મળશે આ 10 શ્રેષ્ઠ ફાયદાઓ

22 Dec, 2015

 

 
આજકાલ બાળકો હોય કે મોટેરાંઓ કોઈને દૂધ પીવું સહેજ પણ ગમતું નથી, એમાંય ગરમ દૂધનું નામ સાંભળી મોઢા બગડી જતાં હોય છે કારણ કે મોટાભાગના લોકોને ગરમ દૂધ પીવાથી અદભુત ફાયદાઓ વિશે ખબર જ નથી હોતી. ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે. આમ તો આપણે બધાં દૂધની પૌષ્ટિકતા અને ગુણો વિશે જાણીએ છીએ પરંતુ ગરમ દૂધનું સેવન કેવા સ્વાસ્થ્ય લાભ આપે છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
નોંધઃ દૂધમાં ગળ્યું કરવા માટે તેમાં ખાંડ ન નાખવી, ખાંડ કફકારક હોય છે. દૂધમાં ખાંડ મિક્ષ કરવાથી તેમાં રહેલું કેલ્શિયમ નષ્ટ થઈ જાય છે. જો તમને ગળ્યું દૂધ ભાવતું હોય તો તેમાં સાકર, મધ નાખીને સેવન કરી શકો છો.
 
તણાવને દૂર કરે છે
 
જે દિવસે તમને બહુ વધારે તણાવ અનુભવાય તે દિવસે ગરમ દૂધ પી લો. આનાથી તમે રિલેક્સ અનુભવશો. ગરમ દૂધનું સેવન માંસપેશીઓ અને નર્વને તણાવમુક્ત કરે છે.
 
ઊર્જામાં વધારો કરે છે
 
જો તમને વારંવાર થાક અનુભવાતો હોય કે કામ કર્યા બાદ થાક લાગતો હોય તો ગરમ દૂધ પીવાથી શરીરમાં ફરી ઊર્જા આવી જશે. ગરમ દૂધ સ્કૂલે જતાં બાળકોને ચોક્કસથી આપવું જેથી તેમના દિવસની શરૂઆત ઊર્જાસભર થાય.
 
શરીરમાં પાણીની કમીને દૂર કરે છે
 
ગરમ દૂધ આખા શરીરને રિચાર્જ કરે છે. જો તમે જીમથી કસરત કરીને આવો ત્યારે એક ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીઓ. આનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટની ઉણપ દૂર થાય છે અને શરીર તરત હાઈડ્રેટ થાય છે.
 
પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત
 
ગરમ દૂધ પ્રોટીન અને વિટામિનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જેથી તમારે રોજ એક ગ્લાસ ગરમ દૂધ તો પીવું જ જોઈએ. જો તમારે મજબૂત માસપેશીઓ જોઈતી હોય તો બ્રેકફાસ્ટમાં દૂર પીવાનું રાખવું.
 
કેલ્શિયમની ઉણપ દૂર કરે
 
જો તમારા દાંત સંવેદનશીલ છે તો ગરમ દૂધ તમારા માટે લાભકરી સાબિત થશે. ગરમ દૂધમાં કેલ્શિયમ, આયોડિન અને ફોસ્ફરસ હોય છે. જે દાંત અને પેઢાને મજબૂતી આપે છે. ભોજનની વચ્ચે ગરમ દૂધ પીવાથી દાંતની કોટિંગ બરકરાર રહે છે.
 
કબજિયાતને દૂર કરે છે
 
રાતે સૂતા પહેલાં એક કપ ગરમ દૂધ પીવાથી હઠીલી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય તમે ગરમ દૂધમાં ઈસબગોલ મિક્ષ કરીને પણ પી શકો છો. 
 
સારી ઉંઘ આવે છે
 
કેટલાક લોકો આખો દિવસ કામ કર્યા છતાં રાતે સારી ઉંઘ આવતી નથી. જો તમને આ સમસ્યા રહેતી હોય તો રાતે એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. દૂધમાં એમીનો એસિડ હોય છે જે  મગજને શાંત કરે છે અને સારી ઉંઘ લેવામાં મદદ કરે છે.
 
ગળાના દર્દમાં રાહત આપે છે
 
જો ગળામાં દુખાવો રહેતો હોય કે શરદીને કારણે ખારાશ રહેતી હોય તો ગરમ દૂધનું સેવન દવાનું કામ કરશે. આ ગળામાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને દુઃખાવામાં રાહત આપે છે.
 
મૂડ સ્વિંગથી છુટકારો
 
કેટલીક સ્ત્રીઓમાં માસિક ધર્મ સમયે મૂડમાં ફેરફાર થાય છે. જો તમને પણ આ સમસ્યા રહેતી હોય તો ગરમ દૂધ પીવાનું શરૂ કરી દો. આનાથી તમને ફાયદો થશે અને મુડ સારો રહેશે.
 
સંપૂર્ણ ખોરાક છે
 
એવા લોકો જે કેન્સર કે પછી દાંત નબળાં થવાથી ચાવીને ખોરાક ખાઈ ન શકતા હોય તેમણે ગરમ દૂધ પીવું જોઈએ, દૂધને એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે જે શરીરમાં બધાં આહારની ઉણપને દૂર કરે છે.