દરરોજ જાતીય સંબંધ બાંધવાની મળે છે આ 9 ચમત્કારી ફાયદાઓ

09 Jan, 2016

 જાતીય સહવાસ દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન અંગ છે જેને આપણે ઇચ્છવા છતાં અવગણી ન શકીએ. પણ જો તમે એવું વિચારતા હો કે જાતીય સહવાસ માત્ર આનંદ માટે જ હોય છે તો એવું નથી. જાતીય સંબંધ બાંધવો સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પરંતુ દરરોજ જાતીય સંબંધ બાંધવો એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું હોય છે.

 
જાતીય સંબંધ બાંધવાના લાભ
 
દરરોજ જાતીય સંબંધ બાંધવાથી સારી ઉંઘ આવે છે, સ્ટ્રેસ દૂર થાય છે અને કેલરી બર્ન થાય જ છે, પરંતુ તેની સાથે અન્ય કેટલાક હેલ્ધી કારણો છે જે જાણીને તમે પણ તમારા સ્વાસ્થ્યને જાળવી શકશો.
 
સહવાસ કરતી વખતે ભલે મહિલા હોય કે પુરૂષ, બંનેને શારીરિક તથા ભાવનાત્મક લાભની પ્રાપ્તિ થાય છે. એક અભ્યાસ પ્રમાણે સહવાસ દરમિયાન આપણું શરીર કેટલાક પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ મસ્તિષ્કમાં રીલીઝ કરે છે. જેથી આપણા શરીરને રિલેક્સ થવાના સંકેત પ્રાપ્ત થાય છે.
 
દરરોજ જાતીય સંબંધ બાંધવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે. હૃદય સ્વસ્થ રહે છે,  આયુષ્ય વધે છે અને દરેક વખતે ખુશીનો અહેસાસ રહે છે. આ સિવાય પણ દરરોજ સહવાસના અન્ય ફાયદાઓ આજે જાણી લો
 
હૃદય મજબૂત બનાવે છે
 
એક સંશોધન પ્રમાણે જે પુરૂષ સપ્તાહમાં બેવાર જાતીય સંબંધ બાંધે છે તેમને હૃદય સંબંધી તકલીફો થવાનો ખતરો જે મહિનામાં એકવાર જાતીય સંબંધી બાંધે છે તેમની સરખામણીએ ઓછો હોય છે.
દરરોજ જાતીય સંબંધ માણવાથી શરીરની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જેથી હદય સ્વસ્થ રહે છે.
 
ઈમ્યૂનિટી વધારે છે
 
દરરોજ જાતીય સંબંધ બાંધવાથી તે શરીરમાં ઈમ્યૂન બૂસ્ટિંગ એન્ટીબોડી ઈમ્યૂનોગ્લોબ્યૂલિન એ (IgA)ના લેવલને વધારે છે. જે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને કોલ્ડ અને તાવ સામે પણ રક્ષણ કરે છે. જાતીય સહવાસથી આખા શરીરની કસરત થાય છે. જેથી તમારું શરીર સ્ફૂર્તિલું, રોગો સામે લડવા તૈયાર રહે છે.
 
તણાવને દૂર કરે છે
 
ઘરની અને બહારના કામની ચિંતાને તમારા બેડરૂમમાં ન લઈ જવી. કારણ કે જાતીય સહવાસથી ન માત્ર તમારો મૂડ સારો થશે પરંતુ તમે અંદરથી ખુશ પણ રહેશો અને તણાવ પણ દૂર થશે. સેક્સ દરમિયાન આપણું શરીર ડોપામાઈન પ્રોડ્યૂસ કરે છે, જે સ્ટ્રેસ હોર્મોન્સ સામે લડે છે અને હેપ્પી હોર્મોન્સને વધારે છે. તો ખુશ અને તણાવમુક્ત રહેવા માટે દરરોજ જાતીય સહવાસ જરૂરી છે.
 
દર્દ નિવારક
 
જો તમને માથું દુખતું હોય અને તમે જાતીય સહવાસ માટે તૈયાર ન થતાં હો તો આવું કરવાનું બંદ કરી દો. કારણ કે જ્યારે તમે જાતીય સંબંધ બાંધો છો ત્યારે માઈગ્રેન અને બોડી પેઈન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. જ્યારે તમે જોશમાં હો છો ત્યારે ઓક્સીટોસિન હોર્મોનનું લેવલ પાંચ ગણું વધી જાય છે. જે દર્દ નિવારક તરીકે કામ કરે છે.
 
આયુષ્ય વધે છે
 
જ્યારે તમે કામોત્તેજક હો છો ત્યારે ડિહાઈડ્રોપિન્ડ્રોસ્ટેરોન હોર્મોન રીલીઝ થાય છે. જે ઈમ્યૂનિટી ઈમ્પ્રૂવ કરવામાં, ટિશ્યૂને રિપેર કરવામાં અને સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જેથી જે લોકો સપ્તાહમાં 4 વાર સેક્સ કરે છે તેઓ જે એકવાર કરે છે તેમની સરખામણીમાં વધુ હેલ્ધી હોય છે અને લાંબુ જીવે છે.
 
લોહીનું પરિભ્રમણ વધારે છે
 
જ્યારે તમે જાતીય સંબંધ બાંધો છો ત્યારે તમારું હાર્ટ રેટ વધે છે, અને લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે. જેથી શુદ્ધ લોહી તમારા શરીરના અંગો અને સેલ્સ સુધી પહોંચે છે અને ખરાબ લોહી અને વિષાક્ત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
 
સારી ઉંઘ આવે છે
 
જાતીય સહવાસ માણ્યા બાદ તમને જે ઉંઘ આવે છે એ ખૂબ જ સારી હોય છે. આ સમયે તમારું શરીર એકદમ રિલેક્સ હોય છે અને તમારી સારી ઉંઘને કારણે તમારી હેલ્થ પણ સારી રહે છે.
 
ઓવરઓલ ફિટનેસ જાળવે છે
 
જો તમે જીમમાં જઈને કે ઘરના કામ કરીને તમારા શરીરને સ્વસ્થ રાખો છો, તો જાતીય સહવાસ એક બીજો રસ્તો છે જે તમારી ફિટનેસનું ધ્યાન રાખે છે અને તમારા શરીરને શેપમાં અને ફિટ રાખે છે. રેગ્યૂલર સેક્સ તમારી કમરને શેપમાં રાખે છે અને દરરોજ અડધો કલાક સેક્સ માણવાથી 80થી વધારે કેલરી બર્ન થાય છે.
 
ઓસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે
 
પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન તેમને વધુ કામોત્તેજક બનાવે છે. જે તમને બેડ પર સારું પ્રદર્શન કરવામાં તો મદદ કરે જ છે સાથે જ મસલ્સ અને હાડકાંને પણ હેલ્ધી રાખે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. બીજી બાજું સ્ત્રીઓમાં રહેલું ઓસ્ટ્રોજન હોર્મોન સ્ત્રીઓને હાર્ટ ડિસીઝથી બચાવે છે અને હેલ્ધી રાખે છે.