રસોડાનો માત્ર આ 1 મસાલો, ડાયાબિટીસ, ગેસ, હૃદયરોગમાં છે ફાયદાકારી

16 Feb, 2018

 ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રની સુંગંધ તીવ્ર અને સ્વાદ કડવો હોય છે. દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આનું વાનસ્પતિક નામ સિન્નામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે. 

 
તમાલપત્રના ગુણધર્મો અને લાભ
 
-તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.
 
-તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.
 
-તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.
 
-જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.
 
માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ
 
-પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.  
 
- મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.
 
 -ગેસની સમસ્યામાં કે પેટના દુખાવામાં ચપટી તમાલપત્રનું ચૂર્ણ જીરા સાથે ચાવીને ખાઈ જવાથી ઝડપથી રાહત મળે છે. ડાંગના આદિવાસીઓ પેટ સંબંધી સમસ્યામાં આ જ નુસખાનો ઉપયોગ કરે છે.
 
- ડાયાબિટીસ ટાઈપ-2 માટે તમાલપત્રણનું સેવન બહુ લાભકારી રહે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલ, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડે છે. તેના માટે તમાલપત્રનું ચૂર્ણ 30 દિવસ સુધી સેવન કરવું. આ સિવાય તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ 2 ગ્રામ લેવું અને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવું અને પછી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. દિવસમાં બે વાર આ નુસખો અજમાવવાથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહે છે.
 
હૃદય, બ્લડપ્રેશર, દાંત માટે લાભાકારી
 
 -તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ડાંગ ગુજરાતના આદિવાસીઓ મુજબ દરરોજ ખાવામાં તમાલપત્રની છાલનું સેવન મસાલા રૂપે કરવાથી હૃદયના રોગીઓ માટે ફાયદાકારક રહે છે.
 
-જેને હાઈપરટેન્શન કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેણે પણ દરરોજ ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે.
 
-નાક, મોઢું, મળ કે પેશાબની સાથે લોહી નિકળતું હોય તો એક ગ્લાસ ઠંડા પાણીની સાથે એક ચમચી તમાલપત્રનું ચૂર્ણ મિક્ષ કરીને દર ત્રણ કલાકે લેવાથી લોહીં બંદ થઈ જશે.
 
-તમાલપત્રના પાઉડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.
 
- પ્રસુતિ પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચી દાણાનું સમભાગે બનાવેલ ચૂર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે.
 
- તમાલપત્રમાં કૃમિનાશક ગુણ હોય છે. તમાલપત્રના સૂકા પાનનું ચૂર્ણ બનાવી રોજ રાતે સૂતા પહેલાં 2 ગ્રામ નવશેકા પાણીની સાથે પીવાથી પેટમાં રહેલાં કૃમિઓ મરી જાય છે અથવા તો ઝાડા વાટે બહાર નિકળી જાય છે.
 
- તમાલપત્રના પાનનું ચૂર્ણ પેશાબ સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. દિવસમાં બે વાર 2-2 ગ્રામ ચૂર્ણનું સેવન કરવાથી પેશાબ સંબંધી વિકારો દૂર થઈ જાય છે.
 
-તમાલપત્રના છોડની છાલ અને પાનનું ચૂર્ણ 1-1 ગ્રામની માત્રામાં બનાવી 15 દિવસ સુધી સતત લેવાથી લીવર સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.

Loading...

Loading...