કેન્સરથી હમેશાં બચીને રહેવું છે? તો નિયમિત ખાઓ આ 14માંથી કોઈ 1 વસ્તુ

06 Feb, 2016

 કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને ભલભલા ફફડી ઉઠે છે. પ્રાથમિક સ્ટેજમાં યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને મ્હાત આપી શકાય છે. જેથી આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે રોજ ખાવાથી બેક્ટેરિયા, વાયરસ અને ટોક્સિનના હુમલાથી અને કેન્સર થવાના ખતરાથી શરીરને બચાવે છે.

 
જાંબુ
 
જાંબુ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે એટલાં જ હેલ્ધી પણ હોય છે. આને એન્ટીકેન્સર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર જાંબુ ફ્રી રેડિકલ્સ સેલ્સને ડેમેજ થતાં બચાવે છે. આ સિવાય કેન્સર માટે જવાબદાર સેલ્સને વધતાં પણ અટકાવે છે. જો તમે કેન્સર જેવા રોગોથી દૂર રહીને હેલ્ધી લાઈફ જીવવા માગતા હોવ રોજિંદી લાઈફમાં જાંબુ, સ્ટ્રોબેરી અને શેતૂર જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
 
લસણ
 
એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે નિયમિત રીતે લસણનું સેવન કરવાથી પેટ અને કોલોન કેન્સર સામે રક્ષણ મળે છે. લસણમાં રહેલું એલિસિન તત્વ કેન્સર સેલ્સને વધતાં રોકે છે. દરરોજ ઓછામાં ઓછી બે કળી લસણ ચાવીને ખાઓ, સવારે ઉઠીને ખાલી પેટે પણ આ રીતે ખાઈને ગંભીર રોગો સામે રક્ષણ મેળવી શકો છો.
 
હળદર
 
હળદરના ગુણો વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે, અનેક ઔષધીઓમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ભોજનમાં રંગ લાવવાની સાથે હળદરમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વ કેન્સર જેવી બીમારી સામે લડવાની પણ તાકાત રાખે છે. હળદરમાં પોલિફિનલ કરક્યુમિન હોય છે જે પ્રોટેસ્ટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, બ્રેન ટ્યૂમર. પેનક્રિયાટિક કેન્સર અને લ્યુકીમિયા જેવી બીમારીઓના કેન્સર સેલ્સને વધતા રોકે છે.
 
વરિયાળી
 
જમ્યા પછી મુખવાસ ખાવાનો ભારતમાં રિવાજ છે. તે પછી ઘર હોય, કોઈ લગ્ન કે હોટેલ બધે જ જમ્યા પછી મુખવાસ તો હોય છે અને એમાંય વરિયાળીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીમાં અઢળખ ગુણો હોય છે. વરિયાળીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈટો ન્યૂટ્રીએન્ટ્સ કેન્સરના સેલ્સ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. જો તમે કેન્સર જેવા ગંભીર રોગથી હમેશા બચીને રહેવા માગતા હોવ તો ટામેટાના સૂપમાં વરિયાળી અને તેની સાથે લસણ નાખીને તેનું સેવન કરવામાં આવે તો તે કેન્સર વિરૂદ્ધ એક મજબૂત હથિયાર સાબિત થાય છે. 
 
કેસર
 
આપણા દેશમાં કેસરમાંથી બનેલી વસ્તુઓ અને કેસરવાળું દૂધ પીવાનું ચલણ છે. કેસર આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભપ્રદ હોય છે. કેસરમાં ક્રોસેટિન નામનું તત્વ હોય છે જેને પ્રાયમરી કેન્સર ફાઈટ એલિમેન્ટ કહેવાય છે. આ તત્વ ન માત્ર બીમારીને વધતા અટકાવે છે પરંતુ ટ્યૂમરના આકારને પણ ઘટાડે છે. જોકે મોટાભાગના લોકો કેસરનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તે બહુ મોંઘુ હોય છે પરંતુ કેસરનો ઉપયોગ તમારા ડાયટમાં અવશ્ય કરવું જોઈએ.
 
જીરૂ
 
ભારતીય ખાવાનામાં જીરાનું ખાસ મહત્વ રહેલું છે. જીરૂ એક ઉત્તમ ઔષધી પણ છે. જીરામાં થાઈમોક્વીનોન નામનું પદાર્થ હોય છે જે પ્રોટેસ્ટ કેન્સર બનાવનારા સેલ્સને વધતા રોકે છે. જેથી જો તમે તમારા નિયમિત ભોજનમાં જીરાનો ઉપયોગ કરતાં હોવ તો તે તમારા ભોજનમાં સ્વાદ વધારવાની સાથે તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે. તો જીરાને જેવું તેવું સમજવાની ભુલ ન કરવી અને આજથી તમારા ભોજનમાં જીરાનો ઉપયોગ શરૂ કરી દેવામાં જ ભલાઈ છે.
 
તજ
 
તજને ગુણોની ખાણ કહેવાય છે. તજમાં રહેલું આયર્ન અને કેલ્શિયમ શરીરને ટ્યૂમરથી બચાવે છે અને ટ્યૂમરના આકારને પણ ઘટાડે છે. તેમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલાં છે. તમારા દિવસની શરૂઆત તજની ચા પીને કરવાથી અનેક લાભ થાય છે. આ સિવાય રાતે સૂતા પહેલાં પણ મધ અને તજને એકસાથે એક ગ્લાસ દૂધમાં નાખીને સેવન કરવાથી કેન્સર તમારી આસપાસ પણ ફરકશે નહીં.
 
ઓરિગાનો (મસાલા તરીકે વપરાતો સૂકો જંગલી 'મરવો')
 
ઓરિગાનો ઉપયોગ આજકાલ પિઝ્ઝા, પાસ્તાની ટોપિંગમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેમાં અનેક ગુણો રહેલા હોય છે. આ એક ઉત્તમ મસાલો છો જેનો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરવો જોઈએ કારણ કે આના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પણ થાય છે. આ સિવાય આનું સેવન કરવાથી પ્રોટેસ્ટ કેન્સર સામે રક્ષણ મળે છે કારણ કે આ મસાલો એક સશક્ત એજન્ટ તરીકે કામ કરે છે. 
 
આદુ
 
આદુના ગુણો વિશે તો શું કહેવું. કોઈપણ ભારતીય એવું નહીં હોય જે આદુના અદભુત ગુણોથી અજાણ હશે. આદુમાં અનેક એવા તત્વો હોય છે કોલેસ્ટ્રોલને ઘટાડે છે, સાથે જ શરીરના મેટાબોલિઝ્મમાં વધારો થાય છે. આદુનું નિયમિત સેવન કરવાથી કેન્સરના સેલ્સ બનતા નથી. શાકભાજીઓમાં નાખીને ખાવાની સાથે તેને કાચું ચાવીને ખાઈ જવાથી પણ અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે.
 
લીલાં પાનવાળી શાકભાજી
 
લીલાં શાકભાજીઓ જેમ કે પાલક અને (લેટસ) કચુંબર માટે વપરાતી એક જાતની ભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને લ્યૂટીન જેવા તત્વો હોય છે. આ સિવાય પણ લીંલા શાકભાજીઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ફ્રી રેડિકલ્સની સમસ્યાને દૂર કરીને કેન્સર સેલ્સને વધતાં રોકે છે.
 
દ્રાક્ષ
 
લાલ દ્રાક્ષમાં રેસ્વેરાટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય દ્રાક્ષનું જ્યૂસ અને રેડ વાઈનમાં પણ આ એન્ટીઓક્સીડેન્ટ મળી રહે છે. આ કેન્સરના ખતરાને દૂર કરે છે અને કેન્સરને વધારતાં સેલ્સને બનવા નથી દેતા. પુરૂષોમાં ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર થતું હોય છે, જેના રોકવા માટે રેડ વાઈનનું સેવન કારગર સિદ્ધ થઈ  શકે છે.
 
સાબૂત અનાજ (ઓટ્સ, કોર્ન, જવ, ઘઉંના ફાડા, બ્રાઉન બ્રેડ)
 
અમેરિકન ઈન્સ્ટીટ્યૂટ ફોર કેન્સર મુજબ સાબૂત અનાજ ખાઈને પણ કેન્સર સેલ્સને વધતાં રોકી શકાય છે. તેમાં રહેલું ફાઈબર અને ઓન્ટીઓક્સીડેન્ટ કેન્સર સામે રક્ષણ કરે છે. જેથી તમે ડાયટમાં જવ, બ્રાઉન બ્રેડ, ઓટમીલ, બ્રાઉન રાઈસ, વ્હોલ બ્રેડ અને પાસ્તાને સામેલ કરી શકો છો.
 
ગ્રીન ટી
 
ગ્રીન ટીમાં કેટેચિન નામનું એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે કેન્સરને દૂર રાખવાની સાથે ફ્રી રેડિકલ્સથી સેલ્સને થતાં ડેમેજ સામે રક્ષણ કરે છે. કેટેચિન ટ્યૂમર અને કેન્સર સેલ્સને ધીરે-ધીરે ખતમ કરે છે. માત્ર ગ્રીન ટી જ નહીં પણ બ્લેક ટીમાં પણ આ તત્વ જોવા મળે છે. દરરોજ બે કપ ગ્રીન ટીનું સેવન કરીને તમે કેન્સર સામે રક્ષણ મેળી શકો છો.
 
ટામેટા
 
એક રિસર્ચ પ્રમાણે ટામેટા ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. ટામેટા કેન્સરના કારક સેલ્સને ડેમેજ કરી વધતાં અટકાવે છે. તેમાં રહેલું લાઈકોપીન તત્વ અન્ય ઘણી બીમારીઓને વધતાં પણ અટકાવે છે.