શરદી સિવાય પણ વિક્સના છે આ 15 ઉપયોગ, રોજની સમસ્યાઓમાં આવશે કામ

23 Dec, 2015

બાળપણમાં જ્યારે શરદી કે ઉધરસ થતી ત્યારે આપણી મમ્મી છાતી અને પીઠ પર હળવા હાથે વિક્સ વેપોરબ લગાવી દેતી. આ યાદો આપણામાંથી કેટલાક લોકોના દિલમાં અત્યારે પણ તાજી હશે. એનું કારણ છે કે વર્ષોથી લોકો વિક્સ વેપોરબનો ઉપયોગ કરતાં આવે છે. આની અસર ઝડપથી થાય છે. આના ઉપયોગથી બંદ નાક ખુલી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. શિયાળામાં તો ખાસ કરીને વિક્સ વેપોરબનો વધુ ઉપયોગ થતો હોય છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે વિક્સ વેપોરબનો ઉપયોગ માત્ર શરદીમાં જ નહીં પણ અન્ય કેટલીક સમસ્યાઓ માટે પણ કરવામાં આવે છે

-વિક્સની મેન્થોલ સુગંધને કારણે મચ્છરો પાસે આવશે નહીં. આ સિવાય જો મચ્છર કરડી ગયો હોય તો તે ભાગે વિક્સ લગાવીને બેન્ડેડ લગાવી દેવી, આનાથી ખંજવાળ અને બળતરાની સમસ્યા દૂર થશે. સૂતા પહેલાં હાથ-પગ પર વિક્સ લગાવવાથી મચ્છર પાસે આવશે નહીં.
 
-જો વધુ પડતાં કામને કારણે કે જીમમાં વધુ કસરત કરવાને કારણે મસલ્સમાં સખત દુખાવો થઈ રહ્યો હોય તો રાતે સૂતા પહેલાં જે ભાગે દુખાવો હોય ત્યાં વિક્સથી હળવા હાથે માલિશ કરવી. આનાથી તે ભાગનું બ્લડ સર્ક્યુલેશન વધશે, ગરમાવો આવશે અને દુખાવામાં રાહત મળશે.
 
-ડ્રાય સ્કિન માટે પણ વિક્સ બેસ્ટ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. જી હાં, જે ભાગ ડ્રાય થઈ ગયો હોય ત્યાં વિક્સની માલિશ કરો અને જુઓ પછી કમાલ.
 
-સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે પણ તમે વિક્સનો ઉપયોગ કરી શકો છો. જી હાં, જ્યાં સ્ટ્રેચ માર્ક હોય ત્યાં વિક્સ રોજ વિક્સ લગાવીને હળવા હાથે માલિશ કરવા. બે સપ્તાહમાં જ તમે જાતે ફરક અનુભવશો.
 
-પિંપલ પર વિક્સ લગાવવાથી પિંપલ જલ્દી બેસી જાય છે, બેથી ત્રણ દિવસમાં પિંપલ દૂર થઈ જાય છે.
 
- શિયાળામાં શરદી કે ઠંડા વાતાવરણને કારણે માથામાં દુખાવાની તકલીફ વધી જતી હોય છે. એવામાં માથાના દુખાવામાં વિક્સ લગાવવાથી તરત આરામ મળે છે. જો શક્ય હોય તો વિક્સ લગાવીને થોડીવાર ઓઢીને સૂઈ જવું. તેની સુંગધથી તણાવ ઝડપથી દૂર થાય છે. જેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
 
-થોડુક કપાઈ જાય કે ઘા થઈ જાય ત્યારે પણ વિક્સ લગાવવાથી તરત આરામ મળે છે. વિક્સ લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. આ ત્વચાના ફંગલ સંક્રમણને પણ રોકે છે.
 
-સૂતા પહેલાં માથા, નાક અને ગળામાં વિક્સ લગાવવાથી ઉંઘ સારી આવે છે કારણ કે શરીરના આ ભાગની માંસપેશીઓ પર વેપોરબ લગાવવાથી આરામ મળે છે.
 
-વધુ ઉધરસ થઈ ગઈ હોય તો વિક્સને પગના તળિયામાં સરખી રીતે લગાવીને સહેજવાર હળવા હાથે માલિશ કરવી અને ઉપરથી કોટનના મોઝા પહેરી લેવા. ઉધરસમાં આરામ મળશે. આ એક ખાસ ઉપાય છે. જે બહુ ઓછા લોકો જાણે છે.
 
-વિક્સનો એક અજીબ ઉપયોગ એ પણ છે કે તમે તેનાથી પ્રાણીઓની ગંદકીથી પણ બચી શકો છો. ઘરમાં જે જગ્યાએ પ્રાણીઓ ગંદકી ફેલાવે છે તે ભાગ પર વિક્સ લઈને ઘસી દેવું. વિક્સની સુગંધથી પ્રાણીઓ તે જગ્યાએ આવશે નહીં અને ત્યાં ગંદકી કરશે નહીં અને ઘરમાં પ્રાણીને કારણે થતી ગંદકીથી બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે. જેથી તમે આ ઉપાય પણ અજમાવી શકો છો.
 
-નખમાં ઈન્ફેક્શન થયું હોય તો તેનાથી બચવા માટે પણ વિક્સનો ઉપયોગ કરી શકાય છે. મેનીક્યોર દરમિયાન નખ પર થોડીકવાર વિક્સ લગાવીને રહેવા દેવું. આવું કરવાથી નખ પરના તમામ સંક્રમણ દૂર થઈ જશે. જો પહેલાંથી સંક્રમણ હોય તો બે સપ્તાહ સુધી તે જ ભાગ પર વિક્સ લગાવી ને આ જ રીતે કરવું. આવું કરવાથી સંક્રમણ ઝડપથી ખતમ થઈ જશે.
 
-જો કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો એક કોટનમાં થોડું વિક્સ લગાવીને તેને કાનમાં જે ભાગે દુખાવો થતો હોય તો રાખી દેવું, આવું કરવાથી કાનમાં દુખાવામાં ઝડપથી રાહત મળશે. આ એક કારગર નુસખો છે.
 
-એક્ઝિમાની સમસ્યાથી પ્રભાવિત જગ્યાએ નિયમિત રીતે વિક્સ લગાવવાથી બહુ જલ્દી ફાયદો થાય છે.
એક્ઝિમા માટે આ એક રામબાણ ઉપાય છે.
 
-જો તમારી એડીઓ શિયાળામાં બહુ વધારે ફાટતી હોય તો દિવસમાં બે વાર તેની પર વિક્સ લગાવવું. આરામ મળશે.
 
-શરીરમાં કોઈપણ માંસપેશીઓમાં ખેંચાણના કારણે દુખાવો થતો હોય તો વિક્સ વેપોરબ લગાવવાથી બહુ જલ્દી આરામ મળે છે.