આયુર્વેદના આ ઉપાય, મોટાભાગની સ્ત્રીઓને પરેશાન કરતાં રોગોમાં આવશે કામ

11 Jan, 2016

 આજકાલ મોટાભાગની સ્ત્રીઓનેયૌવનથી લઈ પ્રદર, માસિક, નબળાઈ જેવી ફરિયાદો હોય છે. સ્ત્રી રોગને લગતા કોઈ પણ નિવારણો તમારા જ ઘરમાં રહેલા છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

 
સ્ત્રી રોગોમાં ઉપયોગી દેશી ઉપાય
 
પ્રદર રોગમાં વધુ પડતો સ્ત્રાવ થવાથી પણ સ્ત્રીઓને કામતૃપ્તિની અધૂરપ અનુભવાય છે. પહેલાં કુદરતી લોહ, મોતી, અભ્રક, ઉપરાંત જડીબુટ્ટીઓનું સેવન સ્ત્રી માટે ઉપલબ્ધ હતું. આજે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સ્ત્રીઓ બજારની પ્રોડક્ટ્સ અને મોંઘી વસ્તુઓ પર વધારે ભરોસો કરે છે. જોકે સ્ત્રીઓને કેટલીક સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડી જવાની જરૂર નથી. જેથી આજે અમે સ્ત્રી રોગોમાં લાભકારક કેટલાક આયુર્વેદિક ઉપચાર બતાવવાના છે જે ઝડપથી રાહત પહોંચાડશે સાથે સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે.
 
-પાકાં કેળા, આમળાનો રસ અને સાકર ભેગી કરી લેવાથી સ્‍ત્રીઓના પ્રદર અને વારંવાર પેશાબ થવાની સમસ્યામાં ફાયદો થાય છે.
 
-હીંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે.
 
-સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા,  એક ચમચી કાળા તલને અડધો કપ પાણીમાં ઉકાળવું, અડધું પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.
 
-જીરા અને સાકરનું ચૂર્ણ, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે.
 
-સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
 
-સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
 
-માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
 
-એક પાકું કેળું ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગમાં લાભ થાય છે.
 
-અડધી ચમચી સૂંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશય મજબૂત બને છે.
 
-લવિંગને ગરમ પાણીમાં પલાળી એ પાણી પીવાથી સગર્ભા સ્‍ત્રીઓની ઊલટી મટે છે.
 
-પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
 
-તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.
 
-જીરાની ફાંકી લેવાથી સ્‍ત્રીનું ધાવણ વધે છે.
 
-આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્‍ત્રીઓની યોનિમાં થતી બળતરા દૂર થાય છે.
 
-કાચી ડુંગળી ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.
 
 -સુવાવડી સ્ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચઢી જતાં, કોઈ વાર સ્તનનો સોજો આવે છે અને વેદના થાય છે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને પીડા મટે છે.
 
-હીંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્‍ત્રીઓનો રક્તસ્‍ત્રાવ બંધ થાય છે.
 
-સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવં ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.
 
 -કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની શુદ્ધી થાય છે.
 
-તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
 
-સુવાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
 
-ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
 
-ધાણાનું ચૂર્ણ અને સાકર ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.
 
-નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.
 
-તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
 
-જે સ્‍ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે. તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
 
-રોજ સવારનાં એક લવિંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
 
-ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્‍ખું ઘી નાખી પ્રસવ થનાર સ્‍ત્રીને આપવાથી ડિલીવરી સરળતાથી અને જલ્દી થાય છે.