કોઇપણ Online વસ્તુ ખરીદતા પહેલા આ રીતે કરો કમ્પેયર, મળશે પુરેપુરી ડિટેલ્સ

17 Oct, 2015

ઓનલાઇન શૉપિંગ સાઇટ્સ પર અત્યારે ફેસ્ટિવ સિઝન સેલ ચાલી રહ્યો છે, આ સાઇટ્સો પર કિંમતોમાં ભારેભરખમ છુટ-ડિસ્કાઉન્ટ દેખાડવામાં આવી રહી છે. આવા સમયે યૂઝર્સને પ્રશ્ન થાય કે ખરેખર આ વસ્તુઓ પર આટલુ ડિસ્કાઉન્ટ હશે અથવા તો પ્રોડક્ટ્સની કિંમતોમાં ફરક આવ્યો હશે. આ પ્રશ્નોનો જવાબ મેળવવાનો એક સરળ રસ્તો છે. પ્રોડક્ટ્સની કિંમતના ફેરફારને ચેક કરવાનો એક સરળ રસ્તો છે.

સૌથી પહેલા એક્સેટેન્શન ડાઉનલોડ કરવું પડશે
 
આના માટે તમારે સૌથી પહેલા એક ક્રોમ એક્સ્ટેન્શન ડાઉનલોડ કરવું પડશે. ગુગલ ક્રોમ સ્ટોર પર  જઇને BuyHatke ટાઇપ કરો, અહીં એક એક્સટેન્શન આવશે આને તમારા ક્રોમ બ્રાઉઝરમાં એડ કરવું પડશે. આના માટે તમારે નીચે નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો.
Buyhatke Extension
 
શું છે ખાસ આ એક્સટેન્શનમાં
 
* પ્રાઇસ કમ્પેરિઝન મીટર
* MRP ટ્રેકર
* નોટિફિકેશન સિસ્ટમ
* ઓટોમેટિક કુપન એપ્લિકેશન


એકવાર આ એક્સટેન્શન ડાઉનલોડ કરી લીધા પછી તમે કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર જશો ત્યારે પ્રોડક્ટ્સ જોવી સાથે જ એક પ્રાઇસ કમ્પેરિઝન બાર દેખાશે. આ બારમાં એકબાજુ ડિસ્કાઉન્ટ કુપન આપેલી હશે અને બીજીબાજુ ઓપ્શન Buy it Now અને રાઇટ સાઇડમાં Compare Pricesનું ઓપ્શન પણ આપ્યું હશે. આ બારમાં તે પ્રોડક્ટ્સ ઓનલાઇન સાઇટ્સ પર ક્યાં ક્યાં લિસ્ટ કરી છે, કેટલી કિંમતમાં છે અને સૌથી ઓછી કિંમત ક્યાં છે, આ દરેક વિશે માહિતી મળી જશે.
 
ટ્રેકર
 
સૌથી સારી વાત આનું ટ્રેકર છે, આ એક્સેટન્શનને ડાઉનલોડ કરો પછી તમે જે પ્રોડક્ટ્સની વિઝીટ કરતા હશો તેનું ટ્રેકર આવી જશે. આ ટ્રેકર છેલ્લા થોડાક દિવસોમાં કેટલીવાર કિંમતમાં ફેરફાર થયો છે તે બતાવશે. આનાથી યૂઝર્સ જાતે જ નક્કી કરી શકશે કે આ પ્રોડ્ક્ટસને ખરીદી શકાય કે નહીં.
 
આ સિવાય પણ કમ્પેરિઝન કરવા માટે નીચેના ઓપ્શન છે
 
ગુગલ ક્રોમ પર કેટલાય કમ્પેરિઝન ઓપ્શન છે જે પ્રાઇસ કમ્પેરિઝન માટે કામ આવી શકે છે જેમાં..
 
* Shoptimate
 
* PriceBlink
 
* InvisibleHand
 
* ValueTag:Top Price Compare & Coupons
 
* MakkhiChoose