અક્ષયકુમારની 'બેબી'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે

01 Dec, 2014

બોલિવૂડમાં ખેલાડી તરીકેની છાપ ધરાવતા અક્ષયકુમારની આગામી ફિલ્મ બેબીની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે, કારણ કે અક્ષય પોતાના ચાહકો માટે કંઈક નવું કરવા માગે છે, તેમની ફિલ્મ બેબી હજી રિલીઝ નથી થઈ છતાં દર્શકોમાં આકર્ષણ પેદા કરનારી સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને અદ્ભુત ક્રેઝ બન્યો છે. આ ફિલ્મનું ટ્રેલર છેલ્લા પંદર દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બનાવી રહ્યું છે અને હજી સુધી કોઈ ફિલ્મ સોશિયલ મીડિયામાં આટલા સમય સુધી ટ્રેન્ડ નથી બનાવી શકી. આ અંગે ફિલ્મના દિગ્દર્શક નિરજ પાંડેએ જણાવ્યું હતું કે દર્શકો બેબી ફિલ્મને લઈ માત્ર એક્સાઇટેડ નથી પણ તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. દિલચસ્પ વાત એ છે કે બેબી ફિલ્મનું ટ્રેલર ઇન્ટરનેટની સોશિયલ મીડિયા સાઈટ પર છેલ્લા ૧૪ દિવસમાં ટોપ ટેનમાં રહ્યું છે. અક્ષયની આ ફિલ્મ ૨૩ જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે.