પેટની ચરબી ઉતારવાનાં 3 સૌથી આસાન ઉપાય

08 Apr, 2015

આજકાલ દરેકને પોતાની વધેલી ચરબી ફટાફટ ઉતારવાની ઈચ્છા હોય છે. ઘણા લોકો આમ કરવાં હજારો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. બજારમાં મળતી દવાઓ, જીમ કે પછી લેટનાઈટ જાહેરાતમાં જોવા મળતા મશિનની મદદથી પોતાનું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે પણ આટલાં બધા રૂપિયા ખરચવા છતાં તેમને પરિણામમાં તો શૂન્ય જ મળે છે. અહીં અમે આપની માટે પ્રાકૃતિક રૂપથી વજન નિયંત્રિત કરવાનો આસાન ઉપાય લાવ્યાં છીએ. દવાઓ લેવા કરતાં સારુ છે પ્રાકૃતિક રૂપ એટલે કે જ્યૂસનો સેવન કરી વજન ઘટાડવામાં આવે.

1. નારિયળ પાણી
આપને જણાવી દઇએ કે નારિયળ પાણી તમારા પેટની ચરબી ઉતારવાનું ઉત્તમ પીણું છે. તેમાં અન્ય ફળોની સરખામણીએ વધુ ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. તેમાં વધુ શુગરનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. તેમજ કોઇ જ પ્રકારનાં કૃત્રિમ ફ્લેવર પણ હોતા નથી. તેમાં જરાં પણ કેલરી હોતી નથી. જેથી ચરબી વધતી નથી તેમજ તે શરીરને સ્ફૂર્તિ રાખે છે.

2. સંતરાનો જ્યુસ
સંતરાનો રસ વજન ઉતારવામાં સહાયક છે. તેના રસમાં વિટામિન સી હોય છે જે શરીર માટે તો સારુ છે જ પણ સાથે સાથે ચરબી પણ ઉતારે છે એપ્પલ વેનિગર આ સ્વાદમાં એટલો સારો હોતો નથી.

3. ગ્રીન ટી
ગ્રીન ટીની શોધમાં જાણવા મળ્યું કે ગ્રીન ટી પીવાથી આપ 35-45 ટકા સુધી ચરબી બાળી શકો છો. ગરમ પાણીમાં આ ટી બેગ નાંખી  તેને પીવામાં આવે છે.