સામે આવ્યું આમિરની 'દંગલ'નું Trailer, ધોબી પછાડ અને એક્શનથી છે ભરપૂર

20 Oct, 2016

મુંબઇઃ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ 'દંગલ'નું ટ્રેલર રીલિઝ થયું છે. આમિરખાને ટ્વિટર પર ટ્રેલર રીલિઝ કર્યું હતું સાથે જ ફેન્સને પણ પૂછ્યું છે કે તેમને આ ટ્રેલર કેવું લાગ્યું. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગે છે કે આમિરખાને આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. ફિલ્મના ટ્રેલરમાં આમિરખાનનો યુવાન અને વૃદ્ધ એમ બન્ને લુકમાં જોવા મળે છે.

23 ડિસેમ્બરે રીલિઝ થશે ફિલ્મ
આ ફિલ્મમાં આમિર પહેલવાન મહાવીર સિંહ ફોગટના રોલમાં જોવા મળે છે. જે તેની દીકરીઓને કુસ્તીના દાવપેચ શીખવાડે છે. તેની દીકરીઓ ગીતા, બબીતા અને વિનેશ ઇન્ટરનેશનલ લેવલની રેસલર છે. આમિર ખાનની પત્નીનો રોલ સાક્ષી તન્વર કરી રહી છે. જ્યારે ફાતિમા શેખ અને સાન્યા મલ્હોત્રાએ આમિરની દીકરીઓનો રોલ કર્યો છે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે રીલિઝ થશે.
 

આ પહેલા આમિરે કહ્યું હતું સૂઇ નહીં શકું આખી રાત
આ પહેલા આમિર ખાને બુધવાર રાતે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે રાતભર સૂઇ નહીં શકે કારણકે ફેસબુક અને ટ્વિટર પર તેનું ટ્રેલર લોંચ થવામાં માત્ર 12 કલાકનો જ સમય બચ્યો છે. તેણે એ પણ કહ્યું હતું કે દર્શકોને તેની ફિલ્મનું ટ્રેલર જરૂર પસંદ આવશે.

Loading...

Loading...