વજન ઉતારવાની એક સરળ ટિપ
વજન ઘટાડવાની અને પાતળા દેખાવાની ચાહ હોય તો નાગરવેલના પાન તમને એમાં મદદ કરી શકશે. આયુર્વેદમાં નાગરવેલના પાનને વજન ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. નાગરવેલના પાનમાં રહેલ તત્વ પાચનને બરાબર કરે છે તથા મેટાબોલિઝમ યોગ્ય બનાવે છે. એસિડિટી જેવી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. આના સેવનથી વધારે માત્રામાં ફેટ બર્ન થાય છે. આવો જોઈએ કઈ રીતે નાગરવેલના પાનથી કેવી રીતે વજન ઉતારી શકાય છે.
નાગરવેલનું એક લીલું અને તાજુ પાન લો અને તેમાં પાંચ કાળા મરીના દાણા મુકીને વાળી દો. આને જેમ સામાન્ય પાન મોંમાં રાખો છો એવી જ રીતે થોડા સમય માટે મોંમાં રાખો.મોંમાં બનતી લાળને પેટમાં જવા દો. આઠ સપ્તાહ સુધી સવારે આ પાનનું સેવન કરો.
આયુર્વેદમાં આ વિધિથી પાચન બરાબર થાય અને શરીરના ઝેરી તત્વો નાશ પામે છે તેમ જણાવવમાં આવ્યું છે. આમાં નાગરવેલના તાજા અને ઘટ્ટ લીલા પાનની પસંદગી કરવી. વાસી તથા પીળા પાન ન લેવાં.