ઐશ્વર્યા-રણદીપ સહિત 50થી વધુ સ્ટાર્સ 8મીએ બનશે અમદાવાદના મહેમાન

04 May, 2016

અમદાવાદ: 8 એવોર્ડ સમારોહની સફળતા બાદ અમદાવાદમાં 9મો 'ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ' યોજાવા જઈ રહ્યો છે. 8 મેના રોજ નિરમા યુનિવર્સિટી સામે SGVP ખાતે યોજાનારા આ એવોર્ડ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બોલિવૂડની બ્યૂટીક્વિન ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા રણદીપ હુડા હાજરી આપશે. આ સાથે બોલિવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રના 50થી વધુ કલાકરો પણ એવોર્ડમાં હાજરી આપશે.
 
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 9 વર્ષથી જુદા જુદા ક્ષેત્રે વિશ્વભરમાં નામના પામેલા ગુજરાતીઓને 'ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ'થી સન્માનવામાં આવે છે. Ga41 એન્ટરટેઈનમેન્ટના અત્રિશ ત્રિવેદી અને ગ્રિષ્મા ત્રિવેદીના દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન થાય છે.
 
વર્ષો પછી ઐશ્વર્યા ગુજરાત આવે છે: ગ્રીષ્મા ત્રિવેદી
 
એવોર્ડ અંગે વાત કરતા ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતીઓ જેમણે પોતાની કાર્યસિદ્ધિથી ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમને પોતીકાપણાનો અહેસાસ કરાવતો એવોર્ડ એટલે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ. ગુજરાતમાં આટલું મોટું ફંક્શન થઈ રહ્યું છે ત્યારે વર્ષો પછી ઐશ્વર્યા રાય બચ્ચન ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના મહેમાન બનશે. તેણ પણ પોતાની આગમી ફિલ્મ સરબજીતની ટીમ છે. એવોર્ડ સમારોહમાં સરબજીતના રિયલ બહેન દલજીત કૌર સહિતના પરિવારના સભ્યોનું પણ સન્માન કરાશે. ઐશ્વર્યા સાથે એવોર્ડ ફંક્શનનું મુખ્ય આકર્ષણ 3D વીડિયો મેપિંગ શો છે જે ગુજરાતમાં લગભગ પહેલી વખત થઈ રહ્યો છે.

'બોલિવૂડ'ને અમદાવાદના આંગણે લાવનાર ગુજરાતી દંપતિ
 
'બોલિવૂડ'ને ગુજરાત આંગણે લાવનાર ગુજરાત દંપતિ ગ્રીષ્મા અને અત્રિશ ત્રિવેદી મૂળ અમદાવાદના છે અને હાલ મુંબઈમાં રહે છે. તેઓ પબ્લિક રીલેશન્સ કન્સલ્ટન્સી ચલાવે છે. આ પહેલા તેઓ નારણપુરામાં આવેલી એવરબેલ્લા સોસાયટીમાં રહેતાં હતાં અને તેમનો પરિવાર હજુ પણ આ સોસાયટીમાં જ રહે છે. ગત ઉત્તરાયણમાં મહાનાયક અમિતાભ બચ્ચનને અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી તેનો યશ પણ આ ગુજરાતી દંપતિને જાય છે.
ગ્રીષ્મા અને અત્રિશ ત્રિવેદી બોલિવૂડના ટોચના કલાકારોનું પર્સનલ પ્રમોશનનું કામ જુએ છે. અજય દેવગન સહિતના કલાકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે સહમત કરવામાં પણ બંનેની મહત્વની ભૂમિતા ભજવી હતી. ગ્રીષ્મા ત્રિવેદી હાલ ગુજરાત ચૅમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વીમેન વિંગના ચૅરપર્સન પણ છે.

Loading...

Loading...