કઈ રીતે બનશો ગૂડ કિસર

24 Dec, 2015

સારી કિસ ન માત્ર તમારા સંબંધોને ગાઢ બનાવી શકે છે પરંતુ, બીજા કેટલાક પણ ફાયદા આપને કરાવી શકે છે. સેન્સેશ્નલ કિસર બનવા માટે આપને કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 

 
1. જેન્ટલી અને સોફ્ટી: ધારો કે, તમે અને તમારા પાર્ટનરે હજુ કિસ કરવાની શરૂ જ કરી છે અને હવે તમે તે કિસને વધુ ડીપ કરવાની તૈયારી કરી રહ્યા છો, આ સ્થિતિમાં તમારે ખુબ જ સિફતતાપૂર્વક તમારા હાથ તમારી પાર્ટનરના ફેસ પર રાખીને ધીરેથી ડીપ કિસની શરૂઆત કરવી જોઈએ. જો તમે કિસ દરમિયાન તમારા બંને હાથથી તમારી પાર્ટનરનો ચહેરો પકડી રાખ્યો હશે તો તમે સારી રીતે તમારા લિપ્સનું પ્રેશર કંટ્રોલ કરી શકશો અને તેનાથી તમારી પાર્ટનરને પણ તમારા હાથોની હુંફ મળશે.
 
2. વાતચીત કરતા રહો: કિસ કરતી વખતે થોડીઘણી વાતચીત કરતા રહેવું પણ જરૂરી છે. તેમાંય રોમાન્સ પછી તો પાર્ટનર સાથે વાત કરવી અને તેમાંય તેને કિસ કેવી લાગી તે અંગે વાત કરવી જોઈએ. તમારે તેને એ વાતનો પણ અહેસાસ કરાવવો જોઈએ કે, તેને કિસ કરીને આપ ખુબ જ એક્સાઈટેડ છો અને તેના શ્વાસના અહેસાસે તમને ગાંડા કરી મૂક્યા હતા. તમારી પાર્ટનરને તે કેટલી ગોર્જિયસ છે તે કહેવાનું તેમજ તે ગ્રેટ કિસર છે તેનો અહેસાસ કરાવવાથી તેનો કોન્ફિડન્સ પણ વધશે અને તમારા સંબંધો પણ વધુ ગાઢ બનશે.
 
3 મગજમાં રાખો એક જ ખ્યાલ: તમારી પાર્ટનરના લિપ્સ પર યોગ્ય પ્રેશર જાળવી રાખો. સારા કિસર બનવા માટે ન તો તમારા હોઠ કામોત્તેજક હોવા જરૂરી છે, ન તમારે મિસ્ટર માચો બનવાની જરૂર છે, ન ફ્લેટ ટમી કે ક્યૂટ બટ.. સારા કિસર બનવા માટે આવા કોઈ ક્વોલિફિકેશન નથી. જરૂરી છે તમારી પાર્ટનરને નાઈસ ફીલ કરાવો. તમારૂં મગજ સૌથી અગત્યનું સેક્સ ઓર્ગન છે અને તમારા હોઠ લવ અને લસ્ટની ગેમમાં તમારા બે યોદ્ધા છે.
 
4 પ્રેક્ટિસ: પ્રેક્ટિસ મેક્સ એ મેન પર્ફેક્ટ. કિસિંગની નવી ટેકનિક શીખવા માટે તમારે મિરરમાં જોઈ તમારા હાથ પર કિસ કરી પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ કરતાં કલ્પના કરો કે, તેના હોઠની ઉષ્મા અને શ્વાસની ઉર્જાનો અહેસાસ કેવો હશે. આ વખતે તેના લિપ્સના ટેક્ચર અને આસ્પેક્ટને પણ ઈમેજીન કરો. કદાચ આ વાત હાસ્યાસ્પદ લાગશે પરંતુ, તમે આટલી વસ્તુ ધ્યાનમાં રાખી પ્રેક્ટિસ કરશો તો ચોક્કસપણે તેનો ફાયદો ઉઠાવી શકશો.
 
5 બી રોમેન્ટિક: સ્ત્રીનું શરીર સેન્સિટિવ ઝોન્સની ફ્રી રેન્જ જેવું છે જે કિસથી ઉત્તેજીત થઈ ઉઠે છે. તમે તેની આંખો કે પછી તેના કાનની પાછળ કિસ કરી તેને ઉત્તેજીત કરી શકો છો. તમે તમારા લિપ્સને સોફ્ટલી તેના નાક તર મૂકી તેને ક્યૂટ કિસ આપી શકો છો. તેમાંય તેના ગળાની પાછળના ભાગે કરેલી કિસ તો ખૂબ જ રોમેન્ટિક બની રહેશે.
 
6. તેને ઈજા ન પહોંચાડશો: ફ્રેંચ કિસ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે ક્યાંક તમે તેને ઈજા ન કરી બેસો. આ વખતે પ્રેશર મેઈન્ટેઈન કરી રાખો અને તેમાં અચાનક વધારો ન કરો. તમારે કિસ કરતી વખતે ફેસ પણ ફેરવતા રહેવું જોઈએ જેથી તમારી પાર્ટનરને શ્વાસ લેવામાં તકલીફ ન પડે.
 
7. મોઢામાંથી બદબૂ ન આવવી જોઈએ: કિસ કરતી વખતે તમારા મોઢામાંથી બદબૂ ન આવતી હોય તે ખાસ જરૂરી છે. તેનાથી તમારી પાર્ટનરનો મૂડ બગડી શકે છે. કિસ કરતા પહેલા ડૂંગળી, લસણ જેવા ખાદ્યપદાર્થો તેમજ હાર્ડ ડ્રિંક અને સ્મોકિંગથી દૂર જ રહો. તેની સાથે ડેટ પર જાઓ ત્યારે બ્રશ કરીને જ જાઓ અને જમ્યા પછી મિન્ટ લેવાનું ન ભૂલો.