દાડમની છાલના 7 અકસીર ફાયદા

20 Mar, 2015

મોટાભાગના લોકોને ખબર જ નહીં હોય કે દાડમની છાલના પણ ફાયદા અનેક છે.

1. ખીલ
દાડમની છાલમાં પણ એન્ટિ-ઓક્સિડેન્ટસ હોય છે જે ત્વચાને ખીલ અને સક્ર્મણથી દૂર રાખવામાં મદદ કરે છે. આથી છાલને સુકવીને શેકીલો. ઠંડા થતાં મિકસરમાં વાટીને પેકની રીતે ચેહરા પર લગાડો. ખીલ દૂર થશે.

2. ત્વચાની કરચલી
દાડમની છાલમાં કોલાજનને ક્ષતિથી બચાવે છે જેથી ત્વચા પર કરચલીઓ જલ્દી નહી આવતી. છાલને સુકવીને પાઉડર બનાવી અને દૂધ અને ગુલાબ જળમાં મિકસ કરે લગાડો.
 
3. વાળ

ત્વચામાં પીએચ બેલેંસને જાળવી છે જેથી વાળ ખરવાની અને ખોડો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. શેમ્પુના બે કલાક પહેલા એનો માથામાં મસાજ કરો.

4. ગળામાં સમસ્યા

ગળામાં સમસ્યા હોય તો પણ તેનાથી આરામ મળે છે. છાલના પાઉડરને પાણીમાં ઉકાળી લો અને એનાથી કોગળા કરો. ટોન્સિલના દુખાવા અને ગળાની સમસ્યામાં આરામ  થશે.

5. ફેસ પેક
દાડમની છાલમાંના પાઉડર બનાવી દહીંમાં મિક્સ કરી 10 મિનિટ સુધી પેક તરીકે ચેહરા પર લગાડો અને પાણીથી સાફ કરો.

6. દિલના દર્દી માટે રાહત

દાડમની છાલમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટસ કોલેસ્ટ્રોલ અને તણાવને ઓછું કરે છે જેથી દિલના રોગોનું જોખમ ઓછું થાય છે. એક ચમચી છાલના પાઉડરને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરી પીવાથી દિલના દર્દીઓને આરામ મળે છે.

7. મુખની દુર્ગંધ

મુખના ચાંદા ,શ્વાસની દુર્ગંધ અને જિંજિવાઈટસ જેવા રોગોના ઉપચારમાં એનું સેવન લાભકારી છે. છાલને સુકાવીને પાઉડર બનાવી અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાઉડર નાખી દિવસમાં ઓછમાં ઓછા બે વાર કોગળા કરો. મુખની દુર્ગંધ અને દાંત સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે.