7 સીક્રેટ્સ: પુરુષોની અંતરંગ પળોમાં વધારે છે રોમાન્સ

13 Mar, 2018

 વૈવાહિક જીવનમાં દરેક સંબંધની સાથે પતિ અને પત્નીમાં જોવા મળતા સંબંધોને ખાસ ગણવામાં આવે છે. અહીં તેમનામાં વિશ્વાસની સાથે એક ખાસ પ્રેમ અને રોમાન્સ પણ જોવા મળે છે. અહીં તમે તમારા સંબંધને સમજણની સાથે આગળ વધારો છો તો તમે તમારા સંબંધને ખાસ બનાવી શકો છો અને સાથે જ અહીં તમે તમારા સાથીની સાથે સુંદર સમય પણ પસાર કરી શકો છો. જો તમે તમારા સાથીની સાથે ખાસ પળોનો આનંદ માણવા ઇચ્છો છો તો તમારે કેટલાક ખાસ સીક્રેટ્સને જાણી લેવા આવશ્યક છે. તે તમારા સંબંધને મજબૂત, રોમેન્ટિક બનાવે છે. 

 

કેટલીક મહિલાઓનો મૂડ સારી વાતચીતની સાથે બદલાતો રહે છે. તેમના પ્રેમથી વાત કરવાની આદત અને ચાહત મહત્વપૂર્ણ હોય છે. પુરુષો ખાસ કરીને રોમાન્સ સમયે મહિલાઓને બતાવવાની ઇચ્છા રાખે છે કે તેઓ તેમને કેટલો પ્રેમ કરે છે અને સાથે જ સેક્સ સમયે મહિલાઓ પણ માનસિક રીતે પાર્ટનરની સાથે જ હોય છે.
 
સેક્સ કોઇ ગંભીર કામ નથી. અનેક પુરુષો સેક્સ સમયે ગંભીર થઇ જાય છે અને સાથે ન તો સ્માઇલ કરે છે કે ન તો રોમેન્ટિક બને છે. અંતરંગ પળોમાં તેઓ લાઇટ મૂડમાં રહીને પાર્ટનરની સાથે એન્જોય કરે તો બંને વ્યક્તિઓ તેનો આનંદ લઇ શકે છે. 
 
સેક્સ કરતાં પહેલાં બંને વ્યક્તિઓને માટે ફોરપ્લેની આવશ્યકતા રહે છે. અનેક મહિલાઓ પાર્ટનર સાથે સેક્સ કરતાં ફોરપ્લેને વધારે એન્જોય કરે છે. પાર્ટનર જે સ્થિતિમાં આનંદ અનુભવતા હોય તે સ્થિતિમાં તેમને સાથ આપવો એ અરસપરસની સમજ પર આધાર રાખે છે.

 

અનેકવાર મહિલાઓને લાગે છે કે તેમના પાર્ટનર તેમને ખાસ સુંદર સમજતા નથી અને સાથે પુરુષોને ઇચ્છા હોય છે કે તેઓના પાર્ટનર તેમની સાથે ખોટું ન બોલે. જો તેમના પાર્ટનર તેમને પસંદ નથી તો તેઓને સુંદર કહેવાની આવશ્યકતા નથી અને ન તો એમ પણ કહેવું કે તમે પહેલાં જેવા સુંદર દેખાઓ છો.
 
મહિલાઓ બેડમાં ત્યારે પરફેક્ટ હોય છે જ્યારે તેમનો દિવસ સારો જાય છે અને સાથે જો સાથી તરફથી તેમને કંટાળો, ગુસ્સો કે તકલીફ આવે છે તો તેઓ સેક્સ લાઇફને એન્જોય કરી શકતી નથી કે સાથીને સાથ આપી શકતા નથી. 
 
મહિલાઓને રોમાન્સ, હાથ પકડવું અને સાથીની બાહોમાં રોમાન્સ કરવો પસંદ હોય છે. અહીં અનેક મહિલાઓની ફરિયાદ હોય છે કે તેઓ તેમના પાર્ટનર ફક્ત ફોરપ્લે દરમિયાન જ આ કામ કરે છે. બાદમાં તેઓ તેમને સાથ આપતા નથી.
 
સેક્સ બાદ મહિલાઓને પાર્ટનરની સાથે વાતો કરવું ગમે છે અને અનેક મહિલાઓની ફરિયાદ રહે છે કે તેમના પાર્ટનર સેક્સ બાદ તરત જ સૂઇ જાય છે. જો તમે પણ આમ કરતા હોવ તો ધ્યાન રાખો, તરત સૂઇ જવાને બદલે પાર્ટનરને સાથ આપો અને તેમની સાથે ફરી હળવા સ્પર્શની મજા માણો.