6 નિયમોથી દૂધ પીશો તો જ થશે ફાયદો

16 Apr, 2015

દૂધ આયુર્વેદમાં બહુ જ મહત્વપુર્ણ અને કિમતી ભોજન છે. આ આપણા શરીર અને મગજને જરુરી પોષણ આપે છે.આ ઠંડા અને પિત્ત દોષનું બેલેન્સ કરવાનું કામ કરે છે. આયુર્વેદ પ્રમાણે ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક હોય છે. દૂધ ભૂખને શાંત કરે છે તથા ફેટથી પણ છૂટકારો મળી શકે છે. આયુર્વેદમાં દૂધ પીવાના કેટલાક નિયમો છે.

1. રાત્રે ખાંડ વગરનું દૂધ પીંવુ બની શકે તો તેમાં ગાયનું ઘી 1-2 ચમચી નાંખીને પીવું.
2. તાજુ,જૈવિક તથા હાર્મોન વગરનું દૂધ સૌથી સારુ હોય છે.પેકેટમાં મળતુ દૂધ પીવુ ન જોઈએ.
3. દૂધને ગરમ તથા ઉકાળીને પીવુ.
4. દૂધમાં એક ચપટી આદુ,લવીંગ,એલચી,કેસર તથા જાયફળ વગેરે ભેળવીને પીવું. આ પીવાથી દૂધ હજમમાં સરળતા થશે.
5. પ્રયત્ન કરવો કે પીવામાં ગાયનું દૂધ પીવાય.
6. જો આપને ડિનર કરવાનું મન ન થાય તો દૂધમાં થોડું જાયફળ અને કેસર મેળવીને પીવું.