મા અને પત્ની વચ્ચે બેલેન્સ કરવાની 6 ટિપ્સ

27 Mar, 2015

લગ્ન પછી પુરુષે મમ્મી અને પત્ની બંનેની ભાવનાઓને સમજવી જરૂરી છે. લગ્ન પહેલાં મમ્મી દીકરાની નાની-મોટી વસ્તુઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતી હોય છે. તેથી પુત્રવધૂ આવતાં જ તેને લાગે છે કે હવે તેનો અધિકાર કોઈએ લઈ લીધો છે. માતાને લાગે છે કે હવે મારા દીકરાના પ્રેમમાં ભાગીદાર થવા અન્ય પણ કોઈ છે. આ બાબત તેના મગજમાં સતત ખૂંચે છે. જ્યારે છોકરીની પણ અલગ માનસિકતા હોય છે કે તેને પોતાના પતિની નાની નાની જરૂરિયાત સંતોષવી હોય છે.આ બે માનસિકતા વચ્ચે છોકરો જ એવો રસ્તો કરી શકે કે બંનેને સંભાળી લેવાય. અહિ કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમે બંનેને સારા લાગી શકો.
1. ઘરની બહાર જતી વખતે પત્નીને વહાલ સાથે બાય કરો તો મમ્મીને પણ કાંઈક કહેવાનું ચુકશો નહિ.
2. ઓફિસેથી સાંજે ઘરે આવીને સીધા બેડરૂમમાં ન જતાં મમ્મી સાથે પણ રોજ જેવી જ વાતો કરો.
3. તમારી મમ્મી કે પત્નીની અંગત વાત કોઈ સાથે શેર ન કરો. તમારા મનમાં જ રહેવા દો.
4. સાસુ-વહુના મતભેદમાં દખલ ન કરો. અને એવું પણ ન દેખાવા દો કે તમને કોઈ ફરક પડતો નથી. તટસ્થ બની નિષ્પક્ષ નિર્ણય લેવાથી બંને વચ્ચે વિશ્ર્વાસની ભૂમિકા રચાશે કે તમે બંનેને ચાહો છો.
5. બંનેના એકમેક સામે વખાણ ન કરો. આવું કરવાથી તેમના ઈગોને ધક્કો લાગી શકે છે.
6. ઘરના સભ્યો સામે પત્નીની કે મમ્મીની મજાક ન કરો કે ઉતારી ન પાડો.