માટલાનું પાણી પીવાના 5 શ્રેષ્ઠ ફાયદા જાણી ને તમે પણ પીવા લાગશો

16 Mar, 2018

પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાંતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.

 
માટલાનું પાણી પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે 
માટલાનું પાણી પીવાથી એસીડીટી ની સમસ્યા અને પેટ માં દુખાવાની પ્રોબ્લેમ દૂર થઇ છે 
માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને  ગળાની તકલીફ પણ દૂર થઇ છે
અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી બહુજ ફાયદા કરી હોઈ છે 
ગર્ભવતી સ્ત્રીઓ અને બલોકો માટે પણ માટલા નું પાણી ખુબ સારું હોઈ છે