શહીદ પતિને અંતિમ વિદાય દેવા, પોતાની પ દિવસની દિકરીને સાથે લઇ ગઇ આ ઓફિસરની હિમ્મતને સલામ

24 Feb, 2018

 પોતાના લોકોને ખોવાનું દર્દનું વર્ણન કરવું અશકય છે. વિચારીને જ આપણા રૂંવાટા ઉભા થઇ જાય છે કે માતા-પિતા વગર જિંદગી કેવી રીતે વિતાવશું. આપણા માતા પિતાનો આપણી સાથે છે, પરંતુ દેશમાં એવા ઘણા બાળકો છે જે મહિનાઓ સુધી પોતાના માતા-પિતાને નથી મળી શકતા.

આ તે બાળકો છે જેના માતા-પિતા આપણી સુરક્ષાના કારણે પોતાના ઘર-પરિવારને છોડીને સીમા પર ઉભા રહે છે કારણ કે આપણે નિરાંતની નિંદર કરી શકીએ.
દુશ્મનોના હુમલા અને કયારેક કોઇ અન્ય દુર્ઘટનાને કારણે શહીદ થતા જવાનોના પરિવારો કેવી રીતે એ દુ:ખથી ઉગરે છે, એનો આપણે અંદાજ પણ લગાવી ન શકીએ.
૧૫ ફેબ્રુઆરીના અસમમાં માજુલી દ્વીપની પાસે માઇક્રોલાઇટ હેલીકોપ્ટર ક્રેશ થવાને કારણે ભારતીય વાયસેનાના બે જવાનો શહીદ થયા હતા.
વિંગ કમાન્ડર દુષ્યંત વત્સના અંતિમ સંસ્કારની એક તસવીર સોશ્યલ મીડિયા પર નાખવામાં આવી છે. આ તસવીરમાં શહીદ દુષ્યંત વત્સની પત્ની મેજર કુમુદ ડોગરા પોતાની પ દિવસની દિકરીને ખોળામાં લઇને સામેલ થઇ.
મેજર કુમુદ યુનિફોર્મમાં પોતાના પતિને અંતિમ વિદાય આપવા આવ્યા હતા. એક ફેસબુક પોસ્ટ મુજબ શહીદ વિંગ કમાન્ડર પોતાની દિકરીને મળી પણ ન શકયા. આ બાળકીને તો પિતાનો સ્પર્શ પણ નસીબ ન થયો, આ વિચારીને જ દિલ હચમચી જાય છે.